Curd Health Benefits: ઉનાળો આવતા જ એવી વસ્તુઓ ખાવાની ઈચ્છા વધારે થાય છે જે શરીરને ગરમીથી બચાવે અને ઠંડક આપે. આ સીઝનમાં લોકો તેમના આહારમાં ઠંડી વસ્તુઓનો સમાવેશ વધારે કરે છે. આવી જ એક વસ્તુ છે દહીં. જો ઉનાળામાં નિયમિત રીતે દહીંનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીર ઠંડક મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ દહીંથી થતા લાભ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળામાં આ વસ્તુઓનું કરો સેવન, શરીરનું સુધરશે સ્વાસ્થ્ય અને મળશે એનર્જી


સ્વાદમાં ખાટ્ટી પણ લૂ થી રાહત આપતી કાચી કેરી ખાવાથી થાય છે શરીરને અનેક ફાયદાઓ


ઉનાળામાં એલોવેરા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેના રાખશે ટનાટન, આ રીતે કરો ઉપયોગ


દહીંથી મળતાં પોષક તત્વો


દહીંના પોષક તત્વોની વાત કરીએ તો તેમાંથી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ, વિટામિન સી, વિટામિન બી6, વિટામિન એ, વિટામિન કે, ફેટી એસિડ સહતના તત્વો શરીરને મળે છે.


દહીંથી થતા ફાયદા


1. જો ઉનાળામાં દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે. દહીંની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. 


2. ઉનાળામાં નિયમિત દહીં ખાવાથી હાડકાં મજબૂત બને છે. દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાંની સાથે દાંતને પણ સ્વસ્થ બનાવે છે. 


3. વજન ઘટાડવામાં દહીં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. દહીંમાં ભરપુર પ્રમાણમાં હોય છે. સાથે જ તેની અંદર હેલ્ધી ફેટ્સ પણ હોય છે. જો તમે ઉનાળામાં નિયમિતપણે દહીંનું સેવન કરો છો, તો વજન ઘટાડવાની સાથે, હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થઈ શકે છે. 


4. જો ઉનાળામાં દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. દહીંમાં જે ગુડ બેક્ટેરિયા હોય છે તે પાચન સુધારે છે. આવી સ્થિતિમાં એક વાટકી દહીંનું સેવન પેટના રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. 


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)