Health Tips: મીઠો લીમડો માત્ર રસોઈનો સ્વાદ વધારે છે તેવું નથી. મીઠા લીમડાનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરી શકાય છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે મીઠા લીમડામાં કેટલા પોષકતત્વો હોય છે અને તેનો ઉપયોગ શરીરની કઈ કઈ સમસ્યાઓને દુર કરવામાં કરી શકાય છે. જો તમે પણ આજ સુધી લીમડાનો ઉપયોગ માત્ર દાળ-શાકના વઘાર માટે જ કર્યો છે તો આજ પછી તમે પણ લીમડાનો ઉપયોગ આ રીતે કરતાં થઈ જશો. કારણ કે આજે તમને જણાવીએ મીઠા લીમડાનો ઉપયોગ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યાથી મુક્તિ અપાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસમાં લાભકારી


ડાયાબિટીસના દર્દીઓને ઘણી વખત સુગર લેવલ વધી જતું હોય છે. તેવામાં ભોજનમાં લીમડાના પાનનો ઉપયોગ કરવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.


આ પણ વાંચો:


હિમોગ્લોબીન હોય ઓછું તો રસોઈમાં ખાંડને બદલે વાપરો આ મીઠી વસ્તુ, દવાની જરૂર નહીં પડે


આ 5 બીમારી છે સાયલન્ટ કિલર, ખબર પણ નહીં પડે અને પહોંચી જશો લાસ્ટ સ્ટેજમાં


કારેલા સહિત આ 4 વસ્તુઓ બ્લડ સુગર કરે છે કંટ્રોલ, મેડિકલ સાયન્સે પણ માની આ વાત


વજન ઘટાડવા


જો તમારે વજન ઘટાડવું હોય તો મીઠા લીમડાના પાનને ચાવીને ખાવા જોઈએ. મીઠા લીમડાના પાનમાં એવા તત્વ હોય છે જે વજનને ઓછું કરવામાં મદદ કરે છે.


ઇન્ફેક્શનથી બચાવ


મીઠા લીમડાના પાનમાં એન્ટી ફંગલ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે. જેનું સેવન કરવાથી ઇન્ફેક્શન સામે રક્ષણ થાય છે અને ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ પણ ઘટી જાય છે.


પાચનતંત્રની સમસ્યા દુર થાય છે.  


મીઠા લીમડાના પાનને સવારે ખાલી પેટ ચાવીને ખાવાથી કબજિયાત, એસિડિટી, બ્લોટીંગ જેવી તકલીફો થતી નથી. 


આંખ માટે ઉત્તમ


મીઠા લીમડાના પાન ખાવાથી નાઈટ બ્લાઇન્ડનેસ સહિત આંખ સંબંધિત ઘણી બીમારીઓ થવાનું જોખમ ટળી જાય છે. કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો હોય છે જે આંખનું તેજ વધારે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)