Garlic Side Effects: લસણનું નામ આવતા જ તેને હેલ્થી ડાયટ સાથે જોડવામાં આવે છે એ વાતમાં કોઈ શંકા નથી કે લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણથી થતા ફાયદા વિશે જાણીને ઘણા લોકો સવારે ખાલી પેટ લસણ ખાતા હોય છે. પરંતુ જે લોકોને 5 સ્વાસ્થ્ય સમસ્યા હોય તેમણે આ ભૂલ કરવી જોઈએ નહીં. મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે. જો આ 5 સ્વાસ્થ્ય સમસ્યામાં કાચું લસણ ખાવામાં આવે તો આ તકલીફો વધી જાય છે. તેથી જો તમને પણ આ 5 માંથી કોઈ એક પણ સમસ્યા હોય તો લસણ ખાવાની ભૂલ કરતા નહીં, નહીં તો તમારે હોસ્પિટલના ધક્કા ખાવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ


હેલ્થ એક્સપર્ટ અનુસાર કાચું લસણ ખાવાથી ઘણી બધી ગંભીર સમસ્યામાં પણ ફાયદો થાય છે. પરંતુ તેની સામે કાચું લસણ કેટલીક બીમારીઓને વધારી પણ દે છે. તેથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોએ ખાલી પેટ કાચું લસણ ખાવું નહીં. આ લોકો માટે કાચું લસણ ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક સાબિત થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ બીમારીઓમાં કાચું લસણ ખાવાનું ટાળવું જોઈએ. 


આ 5 સમસ્યામાં ન ખાવું કાચું લસણ 


આ પણ વાંચો: Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો


ડાયેરિયા 


જો કોઈપણ કારણસર તમને ડાયેરિયાની તકલીફ થઈ ગઈ હોય તો કાચું લસણ ખાવું નહીં. ખાતા હોય તો પણ બંધ કરી દેવું. ડાયેરિયા દરમિયાન કાચું લસણ ખાવાથી જાડાની તકલીફ વધી જાય છે. લસણમાં સલ્ફર જેવા યૌગિક હોય છે. જેના કારણે પેટમાં વધારે ગેસ બનવા લાગે છે. અને ડાયેરિયાની તકલીફ પણ વધી શકે છે. 


આ પણ વાંચો: Ghee: એક ચમચી ઘી હુંફાળા પાણીમાં ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં તબીયતમાં દેખાશે આ સુધારા


લીવરની સમસ્યા 


લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. આ અંગની મદદ થી જ બ્લડમાંથી ઝેરી પદાર્થો ઓછા થાય છે. કેટલાક અધ્યયન અનુસાર લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે વધી જાય તો લીવરમાં તકલીફ પડે છે. તેથી જે લોકોને પહેલાથી જ લિવર સંબંધિત સમસ્યા હોય તેમણે કાચું લસણ ખાવાનું ટાળવું. 


આ પણ વાંચો: Water Benefits: રોજ બસ આટલા ગ્લાસ પાણી પીવો, 5 બીમારીઓથી મળી જશે છુટકારો


રક્ત સંબંધિત સમસ્યા 


લસણ પ્રાકૃતિક રીતે રક્ત અને પાતળું કરતા ગુણ ધરાવે છે. તેથી જે લોકો પહેલાથી જ રક્ત પાતળું કરવાની દવાઓ લે છે તેમણે લસણ ખાવાનું ટાળવું જોઈએ. એસપિરિન સહિતની દવાઓ ખાતા લોકો લસણ ખાય તો તેમની બ્લીડિંગની સ્થિતિ બગડી શકે છે. 


પ્રેગ્નન્સી દરમિયાન 


ગર્ભવતી મહિલાઓ કે સ્તનપાન કરાવતી માતાઓએ પણ લસણ ખાવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓને લસણ ખાવાથી પ્રસવ પીડા થઈ શકે છે. આ સિવાય બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ પણ લસણ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી દૂધનો સ્વાદ બદલી જાય છે.


આ પણ વાંચો: Garlic: ઘીમાં શેકેલું લસણ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો


ગેસ-એસીડીટી


ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ આમ તો સામાન્ય લાગે છે પરંતુ આ તકલીફોમાં જો તમે કાચું લસણ ખાલી પેટ ખાવ છો તો આ તકલીફો ભયંકર રીતે વધી શકે છે. ગેસ અને એસિડિટી દરમિયાન કાચું લસણ ખાવાથી ઉલટી, ઉબકા જેવી ફરિયાદો વધી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)