Uric Acid: ઘણી વખત ખાવા પીવાની ખોટી આદતોના કારણે નાની ઉંમરમાં ગંભીર સમસ્યાઓ થઈ જતી હોય છે. આવી જ સમસ્યામાંથી એક છે યુરિક એસિડ. શરીરમાં યુરિક એસિડ ગંભીર સ્તર સુધી પહોંચે તે પહેલા શરીરમાં કેટલાક ફેરફાર જોવા મળે છે પરંતુ જો સમયસર આ ફેરફારોને સમજી અને તેનું નિરાકરણ કરવામાં ન આવે તો યુરિક એસિડ એક ગંભીર સમસ્યા બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંધાનો દુખાવો અસહ્ય થઈ જાય ત્યાં સુધી યુરિક એસિડમાં વધી જાય તેની પાછળ ખાવા પીવાની કેટલીક વસ્તુઓ પણ જવાબદાર હોય છે. ખાસ કરીને જો રાતના સમયે તમે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી યુરિક એસિડ ઝડપથી વધે છે. આજે તમને જણાવીએ રાતના સમયે કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.


આ પણ વાંચો: દૂધમાં ઉકાળીને રોજ ખાવી આ વસ્તુ, શરીરને મળશે ગરમી, ઠંડીમાં ફરી શકશો સ્વેટર વિના


મીઠાઈ


યુરિક એસિડ શરીરમાં વધે તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે તેના કારણે શરીરમાં ઘણા બધા ફેરફાર પણ થઈ જાય છે. જે લોકોને યુરિક એસિડ લેવલ સામાન્ય કરતાં વધારે રહેતું હોય તેમણે રાત્રે મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે મીઠી વસ્તુ ખાવાથી યુરિક એસિડ ઝડપથી વધે છે.


દાળ


આમ તો યુરિક એસિડની તકલીફ જેના હોય તેને દિવસ દરમિયાન પણ દાળ ખાવાનું ટાળવું જોઈએ. પરંતુ રાતના ભોજનમાં તો દાળ બિલકુલ ન ખાવી. દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જો તમે રાત્રે દાળ ખાવ છો તો તેના માધ્યમથી શરીરમાં ગયેલું પ્રોટીન તમારું યુરિક એસિડ ઝડપથી વધારી દેશે.


આ પણ વાંચો: સવારે કરી લેશો આ 5 કામ તો આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તિ, કામ કરવામાં નહીં લાગે થાક


મીટ


શરીરમાં હાઈ યુરિક એસિડનું એક કારણ મીટનું સેવન પણ છે. જો રાત્રે તમે મીટ ખાવ છો તો તેનાથી યુરિક એસિડ વધવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે


દારૂ


જે લોકોને યુરિક એસિડ ની સમસ્યા હોય તેમણે દારૂ પીવાથી બચવું જોઈએ. જે લોકો રાત્રે દારૂ પીવે છે તેમને યુરિક એસિડ ના કારણે તકલીફ ભોગવવી પડી શકે છે.


આ પણ વાંચો: લવિંગ ખાવા કરતાં લવિંગવાળુ દૂધ પીવાથી શરીરને થશે લાભ, જાણો 4 ચમત્કારી ફાયદા વિશે


બીટ


યુરિક એસિડની તકલીફ હોય તેમણે બીટનું સેવન પણ ઓછું કરવું જોઈએ. ખાસ કરીને રાતના સમયે તો બીટ ખાવાનું ટાળવું જ જોઈએ. બીટ ખાવાથી યુરિક એસિડ ઝડપથી વધી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)