નવી દિલ્હીઃ જો તમને આંખોમાંથી ધૂંધળું દેખાય રહ્યું છે તો તે નજર નબળી હોવાના લક્ષણ છે. ઈલેક્ટ્રિક ગેઝેટ્સના સતત ઉપયોગ, ઓનલાઈન અભ્યાસ અને કમ્પ્યુટર કલાકો સુધી કામ કરવાને કારણે મોટાથી લઈને નાના-નાના બાળકોની આંખ નબળી પડી રહી છે. આજકાલ નાના-મોટા બધા ગ્લાસ લગાવી ફરે છે. WHO ના એક રિપોર્ટ પ્રમાણે સ્ક્રીન ટાઇમ વધવાને કારણે બાળકોના પાપણ 50 ટકા ઝપકી રહ્યાં છે, જ્યારે નોર્મલી બાળકોએ એક મિનિટમાં 18થી 22 વખત પાપણો ઝપકવા જોઈએ. એટલે કે આ દિવસોમાં આપણી ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાન આંખોની બીમારી આપી રહ્યાં છે. આંખ નબળી ન પડે તે માટે પોતાના ડાયટમાં વિટામિન એથી ભરપૂર વસ્તુનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ કઈ વસ્તુનું સેવન કરવાથી આંખની રોશની તેજ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખની રોશની માટે આ વસ્તુનું કરો સેવન: Consume these things for eyesight:
બદામનું સેવનઃ
બદામમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ વિટામિન ઈ મોટી માત્રામાં હોય છે, જે હાનિકારક ફ્રી રેડિકલથી થનાર નુકસાનથી આંખોની કોશિકાઓને બચાવવામાં મદદ કરે છે.


કિસમિસનું સેવનઃ કિસમિસ કે સુકી દ્વાક્ષમાં પોલીફેનોલ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આંખને ઓક્સીડેટિવ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે. વિટામિન એથી ભરપૂર આ મીઠા ડ્રાઇફ્રૂટ ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ આંખના સ્વાસ્થ્યમાં સુધાર કરે છે.


આ પણ વાંચોઃ શું તમારું લીવર જોખમમાં છે? તો તેને બચાવવા માટે આ 5 વસ્તુઓનું કરો સેવન


અજીરનું સેવન કરોઃ અંજીરમાં વિટામિન એ, સી, ઈ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખની સિસ્ટમને બનાવી રાખવા અને ફ્રી રેડિકલથી થનાર નુકસાનથી આંખની કોશિકાઓને બચાવવામાં મદદ કરે છે. 


આંબળાનું જ્યુસઃ દરરોજ તાજા આંબળાનું જ્યુસ પીવાથી આંખની ઉતકોં (tissues ) ને ફરી જીવંત કરવા અને રોશની વધારવામાં મદદ મળી શકે છે. આંબળાનું સેવન તમે ચટણી, આચાર અને સૂકા મેવાના રૂપમાં કરી શકો છો. આ સિવાય તમે ડાયટમાં પાલક, બ્રોકલી, શક્કરિયા અને સ્ટ્રોબેરીનું સેવન કરો.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.