ફ્રિજમાં રાખ્યા બાદ ટામેટાં ખાવાથી શરીરમાં ઝેર સમાન અસર કરે છે, જાણો કેવી રીતે?
ટામેટાંને ફ્રિજમાં સ્ટોર ન કરો તે તમારા સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચાડે છે. જાણો કઈ રીતે.
નવી દિલ્હીઃ આપણે વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે ખાવા-પીવાની વસ્તુને લાંબા સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરી રાખી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી કેટલીક વસ્તુ ખરાબ કે નુકસાનકારક હોઈ શકે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મોટા ભાગના લોકો ટામેટાંને ફ્રિજમાં સ્ટોર કરે છે અને તેને ઘણા દિવસ સુધી ચલાવે છે. પરંતુ ડાયટિશિયન અનુસાર ટામેટાંને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઈએ. ફ્રિજમાં ટામેટાં રાખી ખાવાથી તાસીર બદલી જાય છે અને તે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.
થાય છે આ સમસ્યા
ટામેટાંમાં જોવા મળત લાઇકોપીન એક કારોટેનોયડ એન્ટીઓક્સીડેન્ટ છે, જે તેને લાલ રંગ પ્રદાન કરે છે. જ્યારે ટામેટાંને ફ્રિજમાં રાખવામાં આવે તો ફ્રિજરની ઠંડકને કારણે લાઇકોપીનની સંરચનામાં ફેરફાર થાય છે. તે એક ગ્લાઇકોએલ્કલોયડમાં બદલી જાય છે, જેને ટોમેટિન ગ્લાઇકોએલ્કલોયડ કહેવામાં આવે છે. આ ટોમેટિન ગ્લાઇકોએલ્કલોયડ શરીર માટે હાનિકારક હોઈ શકે છે. તેનાથી આંતરડામાં સોજો, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણ ઉત્પન્ન થાય છે, તે લિવર અને કિડનીને પણ નુકસાન પહોંચાડે છે. તેથી ટામેટાને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખી તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ પણ વાંચોઃ શિયાળામાં અચૂક ખાવી આ વસ્તુઓ, કડકડતી ઠંડીમાં પણ શરીરમાં રહેશે ગરમી અને સ્ફુર્તિ
ફ્રિજમાં ન રાખો ટામેટાં
એક્સપર્ટ અનુસાર ટામેટાને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ અને સુગંદ બદલી જાય છે. ટામેટા પાક્યા બાદ એથિલીન ગેસ છોડે છે. રેફ્રિજરેટરમાં રાખ્યા પછી ટામેટાંની અંદરની પટલ તૂટી જાય છે. જેના કારણે તે નરમ થઈ જાય છે અને ઝડપથી ઓગળવા લાગે છે. ફ્રિજમાં પાકવાની પ્રક્રિયા પણ ધીમી થાય છે અને તેનો ટેસ્ટ પણ ખરાબ થાય છે. ફ્રિજની ઠંડકમાં એથિલીનનું ઉત્પાદન બંધ થઈ જાય છે, જેનાથી ટામેટાંના સ્વાદમાં ફેરફાર થાય છે અને તે ખાટા પડી જાય છે. તેથી ટામેતાને રૂમના તાપમાન પર સ્ટોર કરવા જોઈએ.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને સૂચનોને અમલમાં મૂકતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube