Cashew Side Effects: ડ્રાય ફ્રૂટ્સની વાત કરવામાં આવે તો કાજુનું નામ સૌથી પહેલા આવે. કાજુ ખાવા મળે તે કોઈ ખજાનો મળ્યા જેવી ખુશીની વાત લાગે છે.  જો કે કાજુ ગુણકારી હોય છે તેથી કાજુ ખાવાથી હાડકા મજબૂત પણ બને છે. કાજુ ખાવાથી ત્વચાની રોનક પણ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે કાજુનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે ? કાજુમાં પોષક તત્વોની માત્રા વધારે હોય છે જેના કારણે વધારે પ્રમાણમાં એક સાથે કાજુ ખાવાથી બચવું જોઈએ. જો તમે એકસાથે વધારે માત્રામાં કાજુ ખાવ છો તો તેનાથી સ્વાસ્થ્યને આટલા નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Diabetes ના દર્દી નાળિયેર પાણી પીવે તો શુગર વધે કે ઘટે ? જાણો સાચો જવાબ


દુધી સાથે આ વસ્તુઓ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી બગડી શકે છે તબીયત


સતત AC માં રહેતા લોકો માથાના દુખાવા સહિત આ 5 સ્વાસ્થ્ય સમસ્યાનો ઝડપથી બને છે ભોગ


કાજુ ખાવાથી થતાં ગેરફાયદા
 
સ્થૂળતા વધે છે
કાજુમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેને વધુ પ્રમાણમાં ખાવાથી સ્થૂળતા, હાઈ બ્લડ શુગર લેવલ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે જેમનું વજન વધારે હોય, ડાયાબિટીસ હોય અને થાઈરોઈડ હોય તેવા લોકોએ કાજુ ન ખાવા જોઈએ.


પથરી
કાજુમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે. તેથી જ કાજુનું વધુ પડતું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. જો તમને પહેલાથી જ કિડનીની સમસ્યા છે તો તમારે કાજુનું સેવન ટાળવું જોઈએ. કારણ કે કાજુનું સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે.


ડિહાઇડ્રેશન 
કાજુમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે. જો તમે શરીરમાં ફાઈબર વધુ જાય અને પછી પાણી ઓછું પીવાય તો ડિહાઈડ્રેશન થઈ શકે છે. કારણ કે ફાઇબરનું પાચન થાય તે માટે પુરતાં પ્રમાણમાં પાણી શરીરમાં હોવું જોઈએ. જ્યારે શરીરમાં ફાઈબર વધુ હોય છે ત્યારે તે શરીરમાંથી પાણીને શોષી લે છે. 


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)