Curry Leaves: ભારતીય રસોઈમાં લીમડાનો ઉપયોગ સૌથી વધુ થાય છે. લીમડો એવો લીલો મસાલો છે જે રસોઈનો સ્વાદ વધારે છે. રસોઈમાં ઉપયોગી મીઠો લીમડો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં પણ ફાયદો કરે છે. મીઠા લીમડાના પાન ચાવીને ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. પરંતુ આ મીઠો લીમડો વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 100% હેલ્ધી નથી ચિયા સીડ્સ, પાણીમાં મિક્સ કરીને પીતા પહેલા જાણી લો તેનાથી થતા નુકસાન


સામાન્ય રીતે જો લીમડાના પાનનું સેવન કરવામાં આવે તો કોઈ જ આડઅસર થતી નથી પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં અથવા તો વધારે માત્રામાં રોજ મીઠા લીમડાનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આજે તમને મીઠા લીમડાના પાનથી થતી આવી આડઅસર વિશે જણાવીએ. 


મીઠા લીમડાના પાનથી થતા નુકસાન 


આ પણ વાંચો: Morning Habits: સવારે કરેલા આ 5 કામથી ખરાબ થાય છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય


1. જો વધારે માત્રામાં નિયમિત રીતે મીઠો લીમડો લેવામાં આવે તો તેનાથી શરીરમાં બ્લડ સુગર લેવલ ઘટી જવાની સંભાવના વધી જાય છે. મીઠા લીમડામાં એવા તત્વ હોય છે જે બ્લડ સુગરને ઘટાડે છે. 


2. જો લીમડાના પાનને વધારે માત્રામાં લેવામાં આવે તો તે એલર્જી પણ કરી શકે છે. તેથી જો એલર્જી સંબંધિત સમસ્યા રહેતી હોય તો લીમડાનું સેવન કરવાનું ટાળવું. 


આ પણ વાંચો: મંકીપોક્સનો વધ્યો પ્રકોપ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને કેવા હોય તેના લક્ષણો


3. આમ તો મીઠો લીમડો ખાવો ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વધારે માત્રામાં તેને લેવાથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. તેથી જો ખરતા વાળની સમસ્યા હોય અને મીઠો લીમડો નુકસાન કરતો હોય તો તેને ખાવાનું ટાળવો. 


4. મીઠા લીમડાના પાનમાં સોડિયમ સૌથી વધારે હોય છે. જે લોકોને હાથ પગમાં સોજાની સમસ્યા રહેતી હોય તેમણે મીઠા લીમડાના પાનનું સેવન કરવાનું ટાળવું કારણ કે તેનાથી હાથ પગમાં સોજા વધવાની સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચો: કોરોનાનો પણ બાપ છે આ બિમારી, પરિવાર પણ પાણીનું નહીં પૂછે, શરીર પરાથી ખદબદી જશે


5. લીમડાના પાનનું સેવન કરતાં પહેલાં પ્રેગનેટ મહિલાઓએ ડોક્ટરની સલાહ લઈ લેવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)