Eating Watermelon Side Effects : ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવું નાના-મોટા સૌ કોઈને ગમે છે. સ્વાદમાં મીઠા હોવાની સાથે તરબૂચ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં 90 ટકા પાણી હોય છે જે ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખે છે. તરબૂચ શરીરને કુદરતી ઠંડક આપે છે તેથી ઉનાળામાં દરેક વ્યક્તિ તેને હોંશે હોંશે ખાય છે. આમ તો દિવસ દરમિયાન તરબૂચ કોઈપણ સમયે ખાઈ શકાય છે પરંતુ સવારે ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ. સવારે ખાલી પેટ તરબૂત ખાવાથી કેટલીક સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ખાલી પેટ તરબૂચનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે તેમાં ફાઈબર વધારે હોય છે. ફાઈબરની માત્રા વધારે હોવાને કારણે તેને ખાલી પેટ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા જેવા રોગો પણ થઈ શકે છે. 


આ પણ વાંચો:


કેરીને ખાતા પહેલા શા માટે પાણીમાં પલાળવી હોય છે જરુરી જાણો છો ?


ઉનાળામાં માથાના દુખાવાથી લઈ ડિહાઈડ્રેશનની સમસ્યા માટે રામબાણ છે આ ઘરેલુ નુસખા


પેટમાં ગેસ કે અપચાની તકલીફ હોય તો અજમાવો આ 5માંથી કોઈ એક દેશી ઈલાજ, તુરંત કરે છે અસર
  
2. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખાલી પેટે તરબૂચ ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે તરબૂચ ખાવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધી શકે છે. એટલા માટે ડાયાબિટીસ હોય તેમણે ભૂલથી પણ ખાલી પેટે તરબૂચ ન ખાવું.


3. તરબૂચમાં પોટેશિયમ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, તેથી તેને ખાલી પેટ ખાવાથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધી શકે છે. પોટેશિયમ વધવાથી હૃદયના ધબકારા પણ વધવા લાગે છે. જ્યારે શરીરમાં પોટેશિયમનું સ્તર વધી જાય છે ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો પણ થઈ શકે છે. આ સિવાય ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
 
4. ખાલી પેટે તરબૂચ ખાવાથી લીવરની સમસ્યા પણ વધી શકે છે. જો તમે પહેલાથી જ લીવર સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો ખાલી પેટે તરબૂચ ન ખાવું 


5.  હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ખાલી પેટે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)