ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં રોગચાળો વધારે ફેલાતો હોય છે. ભેજયુક્ત વાતાવરણની અસર પણ આપણાં સ્વાથ્ય પર પડતી હોય છે. એવામાં હાલ આંખોને રોગ રાજ્યના અન્ય શહેરોમાં ફેલાઈ રહ્યો છે તેની અસર હવે અમદાવાદમાં પણ દેખાઈ રહી છે. અમદાવાદમાં સરકારી દવાખાનાઓ, હોસ્પિટલો અને પ્રાઈવેટ દવાખાનાઓમાં પણ લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 24 જ કલાકમાં કન્ઝક્ટિવાઈટિસના 263 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં સતત ભેજયુક્ત અને વાદળછાયા વાતાવરણની વચ્ચે આંખના રોગ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મંગળવારે સિવિલ હોસ્પિટલમાં કન્ઝેક્ટિવાઇટિસના એક જ દિવસમાં ૨૬૩ કેસ આવ્યા હતા. અગાઉ ચાર દિવસ પહેલા એક દિવસમાં ૧૫૦ કેસ નોંધાયા હતા. પરંતુ હવે એક જ દિવસમાં કેસનો આંકડો ૨૫૦ને પાર થયો છે. માત્ર સરકારી હોસ્પિટલોમાં જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ અખિયા મિલા કેના કેસ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. 


એક અંદાજ અનુસાર ખાનગી આંખની હોસ્પિટલન ઓપીડીમાં દર દસમાં સાતથી આઠ જેટલા કેસ ‘અંખિયા મિલા કે’ના આવી રહ્યા છે, નાના બાળકોમાં પણ આ કેસ વધુ દેખાઈ રહ્યા છે. તબીબોનું કહેવું છે કે, આ સ્થિતિમાં બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળવું જોઈએ. કન્ઝક્ટિવાઈટિસના કેસમાં વધારો દેખાઈ રહ્યો છે. ભેજવાળા વાતાવરણમાં આ ચેપ ફેલાતો હોય છે, આંખોમાં લાલાશ હોય, દુખાવો થાય, ચીપડા વળે તેવી સ્થિતિમાં તૂર્ત જ તબીબી સારવાર કરાવવી જોઈએ. લગભગ ત્રણથી પાંચ દિવસમાં દર્દી સાજા થતાં હોય છે.