દાંતમાં સડો પડવોના કારણે અસહ્ય દુ:ખાવો થતો હોય છે. દાંતોની યોગ્ય સફાઈ ન થવી અને ઈન્ફેકશનના કારણે આ સમસ્યા થતી હોય છે, જેનાથી દાંત કમજોર થઈ જાય છે. દાંતોમાં દુ:ખાવો થવાથી લોકો દુ:ખાવાની સમસ્યા દૂર કરવા દવા લેતા હોય છે. જો તમને સતત દાંતનો દુ:ખાવો થતો હોય તો આ ઘરેલુ ઉપાયો અપનાવો જેનાથી દાંતોમાં દુ:ખાવાથી રાહત મળશે. સરસિયાનું તેલનો વધારે ઉપયોગ ઘરોમાં ખાવાનું બનાવવા માટે થાય છે. તમે દાંતની સમસ્યા દૂર કરવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો. સરસોના તેલને દાંત પર ઘસો, આ તેલમાં મીઠું પણ ઉમેરી શકો છો. આ તેલથી દાંતો પીળા થવા અને દુ:ખાવાની સમસ્યાથી મુક્તિ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ડુંગળી-
ડુંગળીનું સેવન કરવાથી દાંતમાં રાહત મળશે. ડુંગળીમાં એન્ટી સેપ્ટિક, એન્ટી એલર્જેટિક, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી કાર્સિનોજેનિકના ગુણ હોય છે. ડુંગળીમાં મોંઢામાં થનારા બેક્ટેરિયાને ખત્મ કરે છે. આ ઉપાયથી દર્દમાં રાહત મળે છે.


2. સરસિયાનું તેલ-
સરસિયાનું તેલનો વધારે ઉપયોગ ઘરોમાં ખાવાનું બનાવવા માટે થાય છે. તમે દાંતની સમસ્યા દૂર કરવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો. સરસોના તેલને દાંત પર ઘસો, આ તેલમાં મીઠું પણ ઉમેરી શકો છો. આ તેલથી દાંતો પીળા થવા અને દુ:ખાવાની સમસ્યાથી મુક્તિ મળશે.


3. હિંગ-
હિંગના સેવનથી પણ દાંતોની સમસ્યાથી રાહત મળી છે. ચપટી હિંગને મૌસંબીના રસમાં ઉમેરો અને રૂની મદદથી તેને દાંત પર લગાડો. આ ઉપાયથી દાંતની સમસ્યાથી રાહત મળશે.


4. લીંબુ-
લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન સીની માત્રા હોય છે. લીંબુના સેવનથી પણ દાંતની સમસ્યામાં સારી એવી રાહત મળે છે. દાંતોમાં જે ભાગમાં દુ:ખાવો થાય ત્યા લીંબુનો ટુકડો કાપીને મૂકી દેવામાં આવે તો આરામ મળે છે.


DISCLAIMER:
(અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓના આધારે છે, આ ઉપાયો અજમાવતા પહેલા ડોકટરની સલાહ લેવી જરૂર છે. ZEE 24 કલાક આની પૃષ્ટિ નથી કરતું)