Fennel Seeds Benefits: ઉનાળામાં હીટ વેવથી બચવું હોય તો શરીર ઠંડુ રહે તે બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફક્ત એસી અને પંખા ચાલુ રાખીને બેસી રહેવું પૂરતું નથી. આ સમય દરમિયાન આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને અંદરથી ઠંડુ રાખે. જ્યારે પણ હીટ વેવ જેવી સ્થિતિ હોય ત્યારે ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ખાઈને તમે શરીરનું તાપમાન જાળવી શકો છો. આજે તમને શરીરને ઠંડુ રાખતી આવી જ એક વસ્તુ વિશે જણાવીએ જે ખૂબ જ ઉપયોગી છે. આ વસ્તુ છે વરિયાળી. વરિયાળી ખાવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ તે અનેક પ્રકારે ફાયદો કરે છે. તો ચાલો તમને જણાવીએ કે વરિયાળી કેવી રીતે તમારા શરીરને હીટ વેવ થી બચાવી શકે છે અને તેનાથી શરીરને અન્ય કયા ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરિયાળી ખાવાથી થતા ફાયદા


- વરિયાળી ખાવાથી શરીરનું તાપમાન રેગ્યુલેટ રહે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં વરિયાળી ખાવાથી શરીર અંદરથી ઠંડુ રહે છે. શરીરને ઠંડું રાખવું જરૂરી હોય છે કારણ કે આ સિઝન દરમિયાન સ્ટ્રોકની સંભાવના પણ વધી જાય છે.


- વરિયાળી ખાવાથી પાચન પણ સારું રહે છે. જમ્યા પછી વરિયાળી ખાવાથી કબજિયાત એસિડિટી બ્લોટીંગ જેવી સમસ્યા થતી નથી. વરિયાળી પાચનને સુધારે છે


- વરિયાળી ખાવાથી વજન પણ ઓછું થઈ શકે છે. રિસર્ચ અનુસાર વરિયાળી ખાવાથી વારંવાર લાગતી ભૂખ ઓછી થાય છે અને કેલરીને કારણે વધતું વજન અટકાવવામાં મદદ મળે છે.


- વરિયાળી સ્વાસ્થ્યની સાથે આંખ માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન્સ હોય છે જે આંખને સ્વસ્થ રાખે છે. વરિયાળી ખાવાથી આંખનું તેજ વધે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)