Home Remedies For Heel Pain: ઘણા લોકો એડીના દુખાવાથી પરેશાન રહે છે. ખાસ કરીને ગૃહિણીઓને આ સમસ્યા વધારે સતાવે છે. પરંતુ મોટાભાગના લોકો તેમની આ સમસ્યાના કારણ વિશે જાણતા નથી. જો રોગનું નિવારણ કરવું હોય તો તેનું કારણ સમજવું જરૂરી છે. તો જ તમે આ સમસ્યાને મટાડી શકો છો. આજે તમને જણાવીએ એવી જ કેટલીક ખામીઓ વિશે જેના કારણે તમે એડીના દુખાવાનો શિકાર થઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડીના દુખાવાનું મુખ્ય કારણ વિટામિન ડીની ઉણપ હોય છે. વિટામિન ડીની ઉણપથી સ્નાયુ અને હાડકાંમાં દુખાવો વધે છે. જેમાં એડીનો દુખાવો પણ સામેલ છે.


આ પણ વાંચો:


દિવસમાં કોઈપણ સમયે ખાજો પણ આ સમયે ન ખાતા સફરજન, વધી જશે બ્લડ શુગર લેવલ


Diabetes ના દર્દીઓ માટે જરૂરી પોષકતત્વોથી ભરપુર હોય છે પાલક, ખાવાથી થશે અઢળક ફાયદા


આ વિટામિનની ખામીથી વારંવાર થાય છે માથામાં દુખાવો, થઈ શકો છો માઈગ્રેનના શિકાર


આ સિવાય વિટામિન સી અને વિટામિન બી3 ની ઉણપથી પણ એડીમાં દુખાવો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વિટામિન સીની ઉણપના કારણે શરીરમાં કેલ્શિયમ બનતું નથી અને તેના કારણે એડીના દુખાવો થઈ શકે છે.  


1. પ્લાંટર ફેશિઆઈટિસ
પ્લાંટર ફેશિઆઈટિસ એડીના દુખાવાનું એક સામાન્ય કારણ છે. જેમાં એડીનું કુશનિંગ ખરાબ થઈ જાય છે અને ટિશૂઝ અને સ્નાયૂમાં દુખાવો થઈ શકે છે.


2. સંધિવા
આર્થરાઈટીસ એડીના દુખાવાનું મુખ્ય કારણ છે. આર્થરાઈટીસમાં એડીની ગાદીને સીધી અસર થાય છે અને તબીબી ભાષામાં તેને ટેન્ડિનિટિસ પણ કહેવામાં આવે છે. જેમાં તમે સવારે ઉઠતાની સાથે જ તમારી એડીમાં તીવ્ર દુખાવો અનુભવી શકો છો.


એડીના દુખાવાના ઘરેલુ ઉપાય
 
એડીના દુખાવા માટે તમે આ ઘરગથ્થુ ઉપચારની મદદ લઈ શકો છો. તેમાં સૌથી પહેલા લસણ સાથે ઉકાળેલા સરસવના તેલથી એડીમાં માલિશ કરો અને પછી તમારા પગને મીઠાવાળા ગરમ પાણીમાં રાખો. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)