સામાન્ય રીતે ઈન્સ્ટન્ટ નૂડલ્સ ખાવા તો બધાને ગમતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે આ ઈન્સ્ટન્ટ નૂડલ્સ પહેલીવાર જાપાનમાં બનાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે જ્યારે તેની શોધ થઈ તો ત્યારબાદ તે ખુબ જ મશહૂર થવા લાગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે નૂડલ્સ એ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સરળતાથી બનતું એક જંક ફૂડ ઓપ્શન પણ છે. નૂડલ્સ સરળતાથી અને ફટાફટ બની જતું જંક  ફૂડ છે. જેને ખાઈને તમે સારું મહેસૂસ કરી શકો છો. તેને તૈયાર કરવામાં પણ ખુબ સરળતા રહેતી હોય છે. આથી જ્યારે પણ રાંધવાનું મન ના હોય તો તમે તરત તે બનાવી શકો છો. સાામાન્ય રીતે નૂડલ્સ મેંદો, સ્ટાર્ચ, પાણી, મીઠું જેવી વસ્તુઓથી તૈયાર થાય છે. 


ફાઈબર અને પ્રોટીનની કમી
એવું કહેવાય છે કે ઈન્સ્ટન્ટ નૂડલ્સમાં ફાઈબર અને પ્રોટીનનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે આથી એવું કહેવાય છે કે તેનાથી અંતર જાળવવું ખાસ કરીને જો તમે હેલ્ધી ડાયેટ લેવાનું પસંદ કરતા હોવ કે પછી તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો તો. ડાયેટિશિયનના જણાવ્યાં મુજબ પ્રોટીન પેટ ભરવાનું કામ કરે છે અને  ભૂખને મીટાવે છે. બીજી બાજુ ફાઈબર પાચન માટે જરૂરી છે. 


વીમા વગર વાહન ચલાવતા પકડાયા તો સ્થળ પર જ કઢાવાશે વીમો, જાણો નિયમો


Pics: લગ્ન બાદ પત્નીને આવી ગયા દાઢી-મૂંછ, પતિએ આપ્યા છૂટાછેડા, મહિલાએ પછી જે કર્યું..


સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું


લિવર માટે નુકસાનકારક
માણસનું લેવર વધારાની ફેટને પોતાના સેલ્સમાં સ્ટોર કરી શકે છે. જો કે સમયની સાથે નૂડલ્સ જેવા પ્રોસેસ્ડ ફૂડને ખાવાથી આપણું લીવર ખરાબ થવાનું શરૂ થઈ જાય છે. લિવર જો બરાબર કામ ન કરે તો તેનાથી વોટર રિટેન્શન અને સોજા આવી શકે છે. જે ભવિષ્યમાં મોટી પરેશાનીનું કારણ બની શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube