Side Effect Of Lemon Water: ગરમીની શરૂઆત થાય એટલે કંઈક ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થયા કરે. સામાન્ય રીતે જે લોકો ઘરની બહાર હોય તેવો લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે. ગરમીના દિવસોમાં લીંબુ પાણી ફાયદો કરે છે તેવું માનીને લોકો દિવસ દરમિયાન બે થી ત્રણ વખત લીંબુપાણી ઘટાઘટ પી જાય છે. તો વળી કેટલાક લોકોની માન્યતા હોય છે કે લીંબુ પાણી પીવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. પરંતુ હદ કરતાં વધારે લીંબુ પાણી પીવું નુકસાનકારક સાબિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. વિટામીન સી શરીર માટે જરૂરી છે પરંતુ એક હદ કરતાં વધારે કોઈ પણ વસ્તુ શરીરમાં જાય તો તેની આડ અસર શરીરના અંગો ઉપર પડે છે. તેથી ડોક્ટર પણ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવાનું જણાવે છે.


આ પણ વાંચો:


Jogging કર્યા પછી ખાવી જોઈએ આ વસ્તુઓ, મસલ્સ થશે સ્ટ્રોંગ અને નહીં થાય Body Pain


આ લાલ સુકી વસ્તુ ડાયાબિટીસનો કરશે અંત, થોડા જ દિવસમાં દેખાશે બ્લડ રિપોર્ટમાં સુધારો


Diabetes ના દર્દી પણ આ Sweet વસ્તુ ખાઈ શકે છે બે હાથે, નથી વધતું બ્લડ સુગર


પેટનો દુખાવો


વધારે પ્રમાણમાં વિટામીન સી લેવાથી પેટમાં એસિડિક ક્રિએશન વધી જાય છે. જેના કારણે પેટનો દુખાવો ઉલટી ઝાડા જેવી તકલીફ થઈ શકે છે. જે લોકોને ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લેક્શન હોય તેમણે લીંબુ ઓછું પીવું જોઈએ.


મોઢામાં ચાંદા


વધારે લીંબુ પીવાથી મોઢામાં ચાંદા પડી શકે છે. કારણકે લીંબુમાં રહેલું સાઈટ્રિક એસિડ ઓરલ ટીશ્યુને નુકસાન કરે છે તેના કારણે મોઢામાં ચાંદા અને બળતરા થઈ શકે છે. 


દાંત નબળા પડે છે


શક્ય હોય ત્યાં સુધી લીંબુ પાણી પીવો ત્યારે સ્ટ્રોનો ઉપયોગ કરવો. લીંબુપાણી દાંતના સંપર્કમાં આવે તો દાંતને નબળા પાડી શકે છે. તેથી લીંબુ દાંતના સંપર્કમાં ન આવે તેવો પ્રયત્ન કરવો.