નવી દિલ્હી: ઠંડીની સિઝનમાં શીત લહેરે સમગ્ર ઉત્તર ભારતને પોતાના કબજામાં લઇ લીધું છે, એવામાં ડોક્ટર લોકોને ઠંડીથી બચવા માટે અને પોતાને ગરમ રાખવા માટે સલાહ આપી રહ્યા છે. એમ્સના એક વરિષ્ઠ રેસિડેન્સ ડોક્ટર અમરિંદર માલ્હીએ કહ્યું હતું કે 'મોટાભાગના દર્દીઓ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇંફેક્શન (એલઆરટીઆઇ), તણાવ, સ્ટ્રોક અને મ્યોકાર્ડિયલ ઇંફેક્શનની ફરિયાદ લઇને આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આગળ કહ્યું કે ''આ બિમારીઓથી બચવા માટે પોતાને ગરમ રાખવા ખૂબ જરૂરી છે. લોકોએ દરરોજ ચાર થી પાંચ ગ્લાસ ગરમ પાણી પીવું જોઇએ. પારંપારિક હિટરના બદલે ઓઇલ હિટરનો ઉપયોગ કરવો જોઇએ, કારણ કે પારંપારિક હીટર વાતાવરણને શુષ્ક કરી દે છે. પરંતુ ખાસ કરીને શરીરને ઉનના કપડાં, મોજા, ટોપી વગેરેથી ગરમ રાખો. 

ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન ગગડ્યું, માઈનસ 3 ડિગ્રીથી આબુમાં બરફ જામવાની શરૂઆત થઈ


માલ્હીના અનુસાર શીત લહેરથી પ્રભાવિત અહીં આવનાર લોકો મોટાભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના છે. તેમણે કહ્યું કે મોટાભાગના દરદીઓ ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને પંજાબના છે, તેમાં બાળકો, શિશુઓ અને ઘરડા લોકોની સંખ્યા વધું છે. તો ઠંડી વધતાં દરદીઓની સંખ્યા જોતાં હોસ્પિટલના મેનેજમેન્ટને લઇને ડોક્ટરે કહ્યું કે અમે હોસ્પિટલમાં વધારાના ધાબળા, પથારીઓ અને હીટરની વ્યવસ્થા કરી છે, જેથી દરદીઓને સમસ્યા ન થાય. 


તો બીજી તરફ હવામાન વિભાગના અનુસાર શીત લહેર હજુ થોડા દિવસો ચાલુ રહેશે. તેના પર ભારત આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક રાજેન્દ્ર જેનામણિએ કહ્યું કે ''આ લાંબાગાળાની ઠંડી અલગ પ્રકારની છે, જેથી સમગ્ર ઉત્તર ભારત પ્રભાવિત છે. 


તેમણે આગળ કહ્યું કે 'સામાન્ય રીતે કોઇ વધુ પડતી ઠંડીનો સમયગાળો છ દિવસનો હોય છે, પરંતુ આ વર્ષે 13 ડિસેમ્બરથી તાપમાન ઓછું છે, જે અસાધારણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube