Dry Eye: શિયાળાની ઋતુ શરૂ થાય એટલે આંખ પણ સ્કિનની જેમ ડ્રાય થવા લાગે છે. આંખમાં બધી જતી ડ્રાઈનેસના કારણે બળતરા થવી પણ સામાન્ય હોય છે. ઠંડીની અસર જે રીતે શરીરને થાય છે તે રીતે આંખ અને આંખની આસપાસની સ્કીન પણ તેનાથી પ્રભાવિત થાય છે. જે રીતે તમે ઠંડીથી શરીરનું રક્ષણ કરવા માટે ગરમ કપડાં પહેરો છો તે રીતે શિયાળામાં આંખની પણ ખાસ કાળજી રાખવી જોઈએ. જો તમે આંખની કાળજી ઠંડીમાં બરાબર નહીં રાખો તો શિયાળામાં ડ્રાય આઈ ડીસઓર્ડર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Potato Peels: કચરો સમજી ફેંકી ના દેતા બટેટાની છાલ, ઘણી બીમારીઓની છે આ દવા


શિયાળામાં આંખ શુષ્ક થઈ જવી તેનું મુખ્ય કારણ હોય છે કે આંખને જરૂરી ચીકાશ આંખમાં બનતી ન હોય જેના કારણે આંખ સુકાઈ જાય છે. ઠંડીના કારણે આંખ ઝડપથી ડ્રાય થઈ જાય છે. જો ડ્રાય આઈ ડીસીઝ હોય તો આંખમાં સતત ખંજવાળ, આંખમાં પાણી આવવા, આંખ લાલ થઈ જવી અને આંખની ઉપરના માથાના ભાગમાં દુખાવો થવાની સમસ્યા પણ થાય છે. 


શિયાળામાં આંખની સંભાળ કેવી રીતે લેવી?


આ પણ વાંચો: Cold and Cough: શરદી ઉધરસના કારણે હાલત છે ખરાબ ? તો આજથી જ શરૂ કરો આ આયુર્વેદિક ઉપાય


શરીરને હાઇડ્રેટ રાખો અને દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખો. તેનાથી આંખમાં મોઈશ્ચર જળવાયેલું રહેશે.


હીટરનો ઉપયોગ ટાળો


જો ઠંડીથી બચવા માટે એર કન્ડિશનર કે હીટરનો ઉપયોગ કરો છો તો તેનાથી હવા ડ્રાય થઈ જાય છે જેના કારણે આંખમાં પણ ડ્રાયનેસ વધે છે આ સ્થિતિથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓનો ઉપયોગ ટાળો.


આ પણ વાંચો: અચાનક વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવા ટ્રાય કરો આ 4 ઉપાય, નહીં દોડવું પડે દવાખાને


આંખની નિયમિત રીતે ઝપકાવો


આંખને જ્યારે ઝપકાવવામાં આવે છે ત્યારે તેમાં મોઈશ્ચર બને છે. ઘણા લોકોને લેપટોપ કે કોમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરે છે અને અમુક મિનિટ તો સુધી આંખ ઝપકાવતા પણ નથી. આમ કરવાનું ટાળો અને દર 20 મિનિટે 20 સેકન્ડ સુધી આંખને આરામ આપો અને આંખ ઝપકાવો. 


આઈ ડ્રોપ્સનો કરો ઉપયોગ


કેટલાક આઇ ડ્રોપ્સ એવા હોય છે જે આંખમાં મોઈશ્ચર રાખવામાં મદદ કરે છે આવા આઇ ડ્રોપ્સને ડોક્ટરની સલાહ લઈને તમે ઉપયોગમાં લઈ શકો છો.


આ પણ વાંચો: રાત્રે પાણી સાથે ખાઈ લેવી આ વસ્તુ, સવારે ટોયલેટમાં નીકળવા લાગશે બેડ કોલેસ્ટ્રોલ


ચશ્મા પહેરો


જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે આંખને ચશ્માથી કવર કરો જેથી ઠંડી સૂકી હવા આંખને નુકસાન ન પહોંચાડે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)