સ્ત્રીઓની પહેલી પસંદ હોય છે ચણીબોર જેવું દેખાતું આ ફળ! ઉનાળામાં અનેક બીમારીઓથી આપશે રક્ષણ
શિયાળાની જેમ જ ઉનાળામાં પણ અમુક ખાસ પ્રકારના ફ્રૂટ્સ માર્કેટમાં આવતા હોય છે. ખાસ કરીને ઉનાળો આવતા લોકો ગરમીથી રાહત આપે તેવા ફળો ખાવાનું પસંદ કરતા હોય છે. સાથે જ આવા ફળનો જ્યુસ પીવાનું પસંદ કરતા હોય છે. એમાં અમે જે ફળની વાત કરી રહ્યાં છીએ એ તો નાના-મોટા સૌ કોઈની પહેલી પસંદ હોય છે.
નવી દિલ્લીઃ ઉનાળામાં ખાટામીઠા ફાલસાનો સ્વાદ માણવો એક લાહવો છે. મૂળ સૂકી અને ગરમ આબોહવાનો પાક ગણાતા ફાલસા હવે થોડાક પ્રમાણમાં જોવા મળે છે. મે માસની પ્રચંડ ગરમીમા ઠંડક પ્રદાન કરતા ફાલસાની ખેતી ખૂબજ ઓછા પ્રમાણમાં થાય છે. અગાઉના ઢગલા બંધ ફાલસા બજારમાં જોવા મળતા હતા પરંતુ થોડાક વર્ષોથી તેની ખેતી ઓછી થતા તે બજારમાં દેખાતા ઓછા થઈ ગયા છે.
ફાલસા મૂળ દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન અને કંબોડિયામાં પાકતું ફળ છે. બીજા ફળ પાકોની સરખામણીમાં ફાલસાને પાણીની ઓછી જરુર હોય છે. ફુલ અને ફળ આવવાના સમયે દર ૪-૫ દિવસે પાણીની જરુરિયાત હોય છે. ઉનાળાના સમયમા પાકને પાણીની વધારે જરુરિયાત હોય છે. છોડની પાણીની જરુરિયાત પર મુખ્યત્વે જમીનનો પ્રકાર, ભેજગ્રહણશક્તિ, છોડની ઉમર જેવા પરિબળો અસર કરે છે.
જો તમને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો ફાલસા તમારા માટે રામબાણ ઈલાજ છે. પેટના દર્દના ઈલાજ માટે 3 ગ્રામ સેકેલા અજમાને 25 થી 30 ગ્રામ ફાલસાના રસમાં નાખીને થોડો ગરમ કરો. થોડો ગરમ થઈ ગયા પછી તેના મિશ્રણને પીવો. જેનાથી પેટના દર્દમાં આરામ થશે.ફાલસામાં રહેલ વિટામીન લોહીના તમામ પ્રકારના વિકારને દૂર કરે છે અને લોહીને શુધ્ધ કરે છે. સવાર –સાંજ એક મહિના સુધી સતત ફાલસા ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનુ સ્તર નિયંત્રિત કરી શકાય છે, જેથી હ્રદયની બિમારીનુ જોખમ ઓછુ રહે છે.ફાલસામાં એક્સિઓક્સીડેંટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયરન વગેરે ભરપુર પ્રમાણમાં હોય છે. ફાલસાનુ સેવન કરવામાંથી ગરમીની સિઝમાં લૂ લાગતી નથી..
-ઉનાળામાં ફાલસા જોવા મળશે
ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણા લોકો ફાલસા ખાવાનું પસંદ કરે છે. ફાલસા મુખ્યત્વે ઉનાળામાં જ મળે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાને કારણે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે.
-સનસ્ટ્રોકથી બચાવશે
ચણીબોરની સાઈઝના ફાલસા એન્ટીઑક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્નથી ભરપૂર હોય છે. ફાલસા ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો, આ બધા લક્ષણોમાં આરામ મળે છે. રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થાય છે. જો તડકાથી એલર્જી છે જો ફાલસા તેના માટે ખુબ અસરકારક ઈલાજ છે.
-લોહી સાફ થશે
રોજ ફાલસા ખાવાથી લોહીને લગતી તકલીફોમાં રાહત મળે છે. ફાલસામાં રહેલું વિટામીન સી ને કારણે શરીરમાં લોહી સાફ થાય છે અને લોહીના વિકારની સમસ્યા દૂર થાય છે. એક મહિના સુધી નિયમિત ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થઈ જાય છે, જેનાથી હદયરોગને લગતી બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
-સ્કિન માટે પણ ઉપયોગી
ગરમીની સીઝનમાં ફાલસા ખીલની સમસ્યાથી છૂટકારો અપાવે છે. માત્ર ફાલસા જ નહીં, તેના પાંદડા પણ બીમારીઓની સારવાર માટે ઉપયોગી છે. કોઈ પણ પ્રકારના ખીલ થયા હોય, ચામડીમાં બળતરા હોય અથવા ડાઘ પડી ગયા હોય, તો ફાલસાના પાન આખી રાત પલાડી રાખો અને પછી પીસીને લગાવો.
-પેટમાં દુખાવાની સમસ્યા
પેટમાં દુખાવાની સમસ્યા હોય તો ફાલસા ફાયદાકારક સાબિત થશે. પેટના દુખાવાની સારવાર માટે 3 ગ્રામ શેકેલા અજમામાં 25થી 30 ગ્રામ ફાલસાનો રસ નાખીને ગરમ કરો. થોડું ઠંડુ થાય તો આ મિશ્રણ પી લો. આ જ રીતે ફાલસાથી શ્વાસની સમસ્યા, કફની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.
-યાદશક્તિ વધારે છે
જો યાદશક્તિ નબળી હોય તો ફાલસાનો રસ પીઓ. ફાલસામાં રહેલું વિટામિન સી અને આયર્ન દિમાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. રોજ નાસ્તામાં ફાલસાનો રસ પીવાનું રાખો. ખાલી પેટ રસ પીવાથી વધારે ફાયદો થશે.