Fatty Liver Diet: લીવર આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. લીવર ફેલ થવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લીવરમાં નુકસાન થવા પાછળ તમારી જીવનશૈલી અને આહાર જવાબદાર હોય છે. તો જો તમે પણ ફેટી લિવરની સમસ્યાથી પરેશાન છો તો ચાલો જાણીએ શું ખાવું અને શું ન કરવું. લિવરમાં વધુ પડતી ચરબી જમા થવાને કારણે ફેટી લિવરની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લીવરને કારણે આપણું લીવર જોઈએ તે રીતે કામ કરી શકતું નથી. ફેટી લિવરના 2 પ્રકાર છે. એક આલ્કોહોલિક ફેટી લિવર, જે આલ્કોહોલના વધુ પડતા સેવનને કારણે થાય છે અને બીજું નોન-આલ્કોહોલિક ફેટી લિવર છે, આ સમસ્યા ખોરાકનું ધ્યાન ન રાખવાને કારણે થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોન-આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યા મોટાભાગે એવા લોકોને થાય છે જેઓ મેદસ્વી છે અથવા જેમની જીવનશૈલી ખૂબ જ ખરાબ છે. બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાથી ફેટી લીવરની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લિવરની સમસ્યાથી છુટકારો મેળવવામાં આહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લીવર આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે આપણા લોહીમાં રસાયણોની માત્રાને સંતુલિત કરે છે. લીવર પિત્તનો રસ પણ ઉત્પન્ન કરે છે. જે લીવરમાં રહેલાં ખરાબ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય તે આપણા શરીર માટે પ્રોટીન બનાવવા, આયર્નનો સંગ્રહ કરવા અને પોષક તત્વોને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે.


ફેટી લીવરની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે જરૂરી છે કે, તમે ઓછી ચરબી અને વધુ ફાઈબર અને પ્રોટીન ધરાવતી વસ્તુઓનું સેવન કરો. આલ્કોહોલનું વધુ સેવન કરવાથી ફેટી લિવરની સમસ્યા પણ વધી જાય છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી વ્યક્તિ ફેટી લિવરની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે-


લીવર હેલ્થને બુસ્ટ કરવા માટે આ વસ્તુઓ ખાવઃ


ઓટ્સ- 
ઓટ્સમાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે. આ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમાં ઓછી ચરબી અને ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.


એવોકાડો- 
એવોકાડોમાં અનસેચુરેટેડ ચરબી જોવા મળે છે. આ ઉપરાંત તે ઓમેગા-3 ફેટી એસિડનો ખૂબ સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આને ખાવાથી ફેટી લીવરની સમસ્યાથી છુટકારો મળે છે અને તે ડેમેજ થયેલ લીવરને પણ રીપેર કરે છે.


ટોફુ- 
ટોફુ સોયામાંથી બનાવવામાં આવે છે. તેથી તે લીવર માટે સારું છે. તે લીવરમાં ચરબી ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીનનો સારો વિકલ્પ અને લીવર માટે ખૂબ જ સારું છે. કેટલાક સોયા ખાદ્યપદાર્થોમાં કઠોળ, સોયાબીન સ્પ્રાઉટ્સ અને સોયા નટ્સનો સમાવેશ થાય છે.


ફળો- 
ઓછી માત્રામાં ફળો પણ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નારંગી અને દ્રાક્ષ જેવા ખાટાં ફળો લીવર માટે વધુ સારા છે. નારંગીમાં રહેલું વિટામિન-સી લીવરમાં ફેટને રોકવામાં મદદ કરે છે. દ્રાક્ષમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ લીવરને પણ સુરક્ષિત કરે છે. આ એન્ટીઓક્સીડેન્ટ લીવરને નુકસાનથી બચાવે છે. એ જ રીતે બ્લુબેરીનો અર્ક અને દ્રાક્ષના બીજનો અર્ક યકૃતના કેન્સરના કોષોના વિકાસને ધીમું કરે છે.


શાકભાજી- 
આહારમાં પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ ક્રોનિક રોગોને રોકવામાં અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તે લીવર માટે સારું છે. તેમાં બ્રોકોલી, કોબીજ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, પાલક જેવા શાકભાજીનો સમાવેશ થાય છે.


લસણ- 
લસણ ફેટી લિવરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય વજન ઘટાડવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.


આ ચીજવસ્તુઓથી રહો દૂરઃ


ખાંડ- 
ખાંડ તમારા દાંતની સાથે તમારા લીવરને પણ નુકસાન પહોંચાડે છે. વધુ પડતી રિફાઈન્ડ ખાંડ અને હાઈ ફ્રુક્ટોઝ તમારી ચરબીને વધારી શકે છે. જેના કારણે લીવરના રોગો થાય છે. કેટલાક અભ્યાસો અનુસાર, જો તમારું વજન વધારે ન હોય તો પણ ખાંડ દારૂની જેમ લિવરને નુકસાન પહોંચાડે છે. તમારા આહારમાં ખાંડ, સોડા, પેસ્ટ્રી અને કેન્ડી જેવી વસ્તુઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.


વિટામીન A સપ્લીમેન્ટ-
તમારા શરીરને વિટામિન Aની ખૂબ જ જરૂર છે. તેના માટે લાલ, નારંગી અથવા પીળા રંગના ફળો અને શાકભાજીનો ઉપયોગ કરો. જો તમે વિટામીન A સપ્લીમેન્ટ વધારે પ્રમાણમાં લેતા હોવ તો તે તમારા લીવરને અસર કરી શકે છે. વિટામિન A સપ્લિમેન્ટ લેતા પહેલાં તમારા ડૉક્ટર સાથે વાત કરો.


સોફ્ટ ડ્રિંક્સ- 
અભ્યાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે, જે લોકો વધુ સોફ્ટ ડ્રિંક પીવે છે તેમને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ વધુ હોય છે. તમારા આહારમાં સોડાનો ઉપયોગ ઓછો કરવાથી તમારું લીવર સુરક્ષિત રહેશે. 


આલ્કોહોલ- 
આલ્કોહોલના વધુ પડતા સેવનથી લીવર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. પુરુષોએ દિવસમાં 2થી વધુ અને સ્ત્રીઓએ 1થી વધુ ડ્રિંક ન પીવું જોઈએ નહીં.


ટ્રાન્સ ચરબીવાળી વસ્તુઓ- 
પેકેટ્સ અને બેક્ડ કરેલ ખોરાક ટ્રાન્સ ચરબી વધારવાનું કામ કરે છે. ટ્રાન્સ ફેટના કારણે વધતું વજન લીવર માટે સારું નથી. આવી કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા તેના ઈનગ્રેડિએન્ટ લિસ્ટ પર ધ્યાન આપો.