મનમાં રહે છે બેચેની, વાતવાતમાં થાય છે ગભરામણ ? તો આ 4 વસ્તુઓ ખાવાનું કરો બંધ, સમસ્યા થશે દુર
How To Control Depression and Anxiety: આજના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેમાં ટેન્શન સતત વધારે રહે છે. સતત ટેન્શન ના કારણે ડિપ્રેશન અને સ્ટ્રેસનો સામનો પણ કરવો પડે છે. ઓફિસની તકલીફ, પરિવારમાં સમસ્યા, પૈસાની તંગી વગેરે કારણોના કારણે ઘણી વખત લોકો સ્ટ્રેસમાંથી પસાર થતા હોય છે.
How To Control Depression and Anxiety: આજના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેમાં ટેન્શન સતત વધારે રહે છે. સતત ટેન્શન ના કારણે ડિપ્રેશન અને સ્ટ્રેસનો સામનો પણ કરવો પડે છે. ઓફિસની તકલીફ, પરિવારમાં સમસ્યા, પૈસાની તંગી વગેરે કારણોના કારણે ઘણી વખત લોકો સ્ટ્રેસમાંથી પસાર થતા હોય છે. સતત રહેતા સ્ટ્રચના કારણે લોકો બધી જ બાબતમાં પોતાની ભૂલ શું હતી તેના વિશે ઓવર થીંકીંગ કરે છે. જેના કારણે સતત બેચેની અને ગભરામણ થવા લાગે છે. જો આવું તમને પણ થતું હોય તો ચેતી જવું જોઈએ. કારણ કે આ પ્રકારના લક્ષણો તમને ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો સૌથી પહેલા આહારમાંથી કેટલીક વસ્તુઓને દૂર કરો. જો તમને વાતવાતમાં ગભરામણ થતી હોય અને બેચેની થયા કરતી હોય તો ખાવા પીવાની કેટલીક આદતોમાં ફેરફાર કરવાથી મહદ અંશે આ સમસ્યાથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો:
વજન ઘટાડવાથી લઈ રક્ત શુદ્ધ કરવામાં મદદ કરે છે વરિયાળી, જાણો તેના અદ્ભુત ફાયદા વિશે
રોજ 2 લવિંગ ખાવાની રાખો ટેવ, શરીરમાંથી અનેક રોગ થઈ જશે જળમૂળથી દુર
ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય આ 5 વસ્તુ ખાવાથી સુધરી જાય છે મૂડ..
દારૂ બંધ કરો
યુવાનોમાં દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે. ઘણા લોકો પોતાની જાતને ફેશનેબલ અને ટ્રેન્ડી દેખાડવા માટે દારૂ પીતા હોય છે. તો વળી કેટલાક લોકોને ટેન્શન હોય ત્યારે વધારે પીવે છે. પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનાથી શરીરની નસો નબળી પડવા લાગે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે.
સ્વીટ ડ્રિંક્સથી રહો દૂર
ખાવા પીવાની મીઠી વસ્તુ ઝડપથી આકર્ષિત કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનાથી સુગર લેવલ વધે છે અને ટેન્શનમાં પણ વધારો થાય છે. તેથી સુગર વધારે હોય તેવા કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પણ ટાળવું જોઈએ
સિગરેટ
યુવાનોમાં આ લત પણ ઝડપથી વધી રહી છે. સિગરેટ પીવાનું વ્યસન શરીરને તો નુકસાન કરે જ છે પરંતુ તે મગજને પણ નુકસાન કરે છે. જેમ જેમ તેની તલબ વધતી જાય છે તેમ બેચેની નું પ્રમાણ પણ વધે છે.
પ્રોસેસ્ડ ફૂડ
ટેકનોલોજી નો વિકાસ થયો છે તેની સાથે લોકો ફૂડને સ્ટોર કરવાનું પણ શીખવા લાગ્યા છે. પરંતુ આ પ્રકારે સ્ટોર કરેલા અને પ્રોસેસ કરેલા ખોરાક પેટ માટે તો હનીકારક છે જ પરંતુ તે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે.