નવી દિલ્હી : બ્રેડનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પરંતુ શું તમે એવી બ્રેડ ખાધી છે, જે કીડામાંથી બનાવવામાં આવે છે. ફીનલેન્ડની એક કંપનીએ 2017માં બ્રેડ બનાવવા માટે તેમાં કીડાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. આ સાંભળવામાં જ વિચિત્ર લાગે છે, પણ આ બ્રેડમાં 70 ટકા માત્રામાં કીડા-મકોડા હોય છે. કંપનીનું કહેવું છે કે, કીડાનો ઉપયોગ કરવાને કારણે આ બ્રેડ સ્વાસ્થય માટે બહુ જ ફાયદાકારક હોય છે. કેમ કે તેમા કેલ્શિયમ, વિટામિન અને ફેટી એસિડની માત્રા વધુ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ફૂડ ઈનસાઈડરની માનીએ તો, દુનિયામાં અંદાજે 2 અરબ લોકો આવા બ્રેડનો ઉપયોગ કરે છે. કીડાનો ઉપયોગ હોવાને કારણે આ બ્રેડ સસ્તી વેચાય છે. આવી બ્રેડ ફીનલેન્ડ ઉપરાંત ડેનમાર્ક, બેલ્જિયમ અને નેધરલેન્ડ જેવા દેશોમાં પણ ધૂમ વેચાય છે. 


આ દુનિયાની એકમાત્ર બેકરી છે, જે બ્રેડ બનાવવા માટે કીડાનો ઉપયોગ કરે છે. કીડના રૂપમાં ક્રિકેટ નામના જંતુનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા તેનો પાઉડર તૈયાર કરવામાં આવે છે, બાદમાં લોટમાં મિક્સ કરીને ગૂંથી લેવામાં આવે છે. જે લોકો આ બ્રેડનો ઉપયોગ કરે છે, તેમનું કહેવું છે કે, તે ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. ખાતા સમયે બિલકુલ પણ માલૂમ પડતુ નથી કે તેમાં કીડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


બેકરીના માલિકનું કહેવું છે કે, પૌષ્ટિક આહાર તમામ માટે જરૂરી છે. આવામાં ઓછા રૂપિયામાં પૌષ્ટિક આહાર મળી જાય છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રીયા અલગ અલગ છે. કેટલાક લોકો તેને સારુ માને છે, તો કેટલાકનું કહેવું છે કે તે બહુ જ ગંદુ કામ છે.