Roasted Chana: શેકેલા ચણા અથવા તો જેને દાળિયા કહેવાય છે તે પૌષ્ટિક નાસ્તો છે. શેકેલા ચણા ખાવાથી ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમમાં ફાયદો થાય છે. ખાસ કરીને શેકેલા ચણાને ગોળ સાથે સવારે અને સાંજે ખાવામાં આવે તો શરીરની નબળાઈ દૂર થાય છે, ઇમ્યુનિટી વધે છે અને શરીરની શક્તિ પણ વધે છે.  શેકેલા ચણા અને ગોળ સૌથી સારું ફૂડ કોમ્બિનેશન છે. દાળિયા અને ગોળ ખાવાથી તો લાભ થાય છે. પરંતુ આ દાળિયા જો કેટલીક વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તે નુકસાન પણ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Urine Infection: યૂરિન ઈંફેકશન મટી જશે દવા વિના, ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ


શેકેલા ચણા કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી શરીરને નુકસાન પણ કરે છે. આજે તમને જણાવીએ 3 એવી વસ્તુઓ વિશે જેની સાથે શેકેલા ચણા એટલે કે દાળિયા ખાવાથી વિરુદ્ધ આહાર બને છે અને તે શરીરને નુકસાન કરે છે..


આ ત્રણ વસ્તુ સાથે ન ખાવા શેકેલા ચણા 


આ પણ વાંચો: Deadly Virus: ડાયરેક્ટ મગજ પર એટેક કરે છે આ 5 જીવલેણ વાયરસ, પાંચમો વાયરસ સૌથી ખતરનાક


દહીં 


જો તમે સવારે નાસ્તામાં શેકેલા ચણાની કોઈપણ વસ્તુ સાથે દહીંનું સેવન કરો છો તો આજથી જ આ આદત બદલી દો. શેકેલા ચણાની સાથે દહીંનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ચણાની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડક કરનાર. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી બ્લોટીંગ, ડાયરિયા અને પેટમાં દુખાવો થઈ શકે છે. 


આ પણ વાંચો: Uric Acid: યુરિક એસિડને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ 5 જડીબુટ્ટીઓ


ખાટા ફળ


લીંબુ, સંતરા, મોસંબી જેવા ફળની સાથે પણ ચણાનું સેવન નુકસાનકારક છે. આ ફળમાં વિટામિન સી અને સાઈટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. સાઈટ્રિક એસિડ અને પ્રોટીન શરીરમાં રિએક્શન કરે છે જેના કારણે એસિડિટીની સમસ્યા વધી શકે છે. 


આ પણ વાંચો: Brinjal: આ 5 રોગમાં રીંગણ ન ખાવા ક્યારેય, ખાધાની સાથે જ તબિયત કરે છે ખરાબ


માછલી 


શેકેલા ચણાની સાથે માછલી ખાવી પણ ખતરનાક છે. આ બંને વસ્તુને સાથે ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ સંબંધિત સમસ્યા થઈ શકે છે. માછલીની કોઈપણ વસ્તુ અને શેકેલા ચણા એક સાથે ખાવાથી પાચનમાં સમસ્યા શરૂ થઈ જાય છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)