Bad Cholesterol: શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે જેમાંથી એક ગુડ કોલેસ્ટ્રોલ છે અને બીજું બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલમાં વધારો થવો જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. હૃદયને રક્ત પહોંચાડતી ધમનીઓમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો હૃદય સુધી રક્ત બરાબર રીતે પહોંચતું નથી અને તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર જરૂરી છે. જો તમારા શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ જોવા મળે છે તો કોઈપણ વસ્તુ સમજી વિચારીને ખાવી જોઈએ. તો આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Weight Loss કરવા માટે ડાયટ કે એક્સરસાઈઝ નહીં કરો આ કામ, 10 દિવસમાં દેખાશે અસર


સુકી ઉધરસ અને ગળામાં દુખાવો તુરંત દુર કરે છે આ દેશી નુસખા, છૂટો પડી નીકળી જાશે કફ
 


બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે આ વસ્તુઓ


બીન્સ - બીન્સમાં ફાઇબર હોય છે જે પચવામાં સમય લગાડે છે. એટલે કે બીન્સ ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને પરિણામે વજન વધતું અટકે છે. 


પ્લાન્ટ બેસ્ડ ફૂડ - હાઈ કોલેસ્ટ્રોલ હોય તેમણે પ્લાન્ટ બેસ્ટ ફૂડ વધારે ખાવું જોઈએ. જેમાં પાલક, વટાણા, ટોફું વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જ વસ્તુમાં પોષક તત્વો ભરપૂર હોય છે અને તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. 


નટ્સ - બદામ, અખરોટ, મગફળી જેવા નટ્સ ખાવાથી પણ લાભ થાય છે. તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે અને તે બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ પણ કરે છે. 


આ પણ વાંચો:


આ Tea પીવાથી ફટાફટ થશે Weight Loss, 30 દિવસમાં દેખાશે અસર


સવારે ખાલી પેટ 2 લવિંગ ચાવીને ખાવાથી હાડકાં થાય છે મજબૂત, બીમારીઓ રહે છે શરીરથી દુર
 


પપૈયું - પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને સાથે જ બેડ કોલેસ્ટ્રોલ ને પણ વધતા અટકાવે છે. નિયમિત રીતે પપૈયું ખાવાથી પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે. 


ટામેટું - ટામેટું પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન સી સહિતના તત્વ હોય છે જે આંખ ત્વચા અને હૃદય માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને ઘટાડે છે. 


સફરજન - ડોક્ટર રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે કારણ કે સફરજન ખાવાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. સફરજનમાં પેક્ટિન નામનું ફાઇબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.