ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના વાયરસથી ફરી એકવાર દરેકની સમસ્યાઓ વધી છે. કોરોનાનું નવું સ્વરૂપ ખૂબ જ ખતરનાક છે. થોડી બેદરકારીથી આ રોગચાળાને આમંત્રણ આપવા બરાબર છે. વારંવાર હાથ ધોવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે તમારે ખાણી-પીણી પર પણ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આ સિઝનમાં પોષણયુક્ત અને હાઈડ્રેશન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેનાથી ગંભીર રોગો અને ચેપનું જોખમ ઘટે છે. કોરોનામાં શું ખાવું અને શું નહીં અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ માહિતી આપી છે. આવો જાણીએ તમામ વિગત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાથી દૂર રહેવા શું ખાવું જોઈએ-
આ માટે તમારે તમારા આહારમાં વિવિધ પ્રકારના તાજા ફળો અને અનપ્રોસેસ્ડ ફૂડનો સમાવેશ કરવો જોઈએ. જેથી તમને જરૂરી વિટામિન, મિનરલ્સ, ફાઇબર, પ્રોટીન અને એન્ટીઓકિસડન્ટ મળી શકે. પુષ્કળ ફળ, શાકભાજી, કઠોળ, મકાઈ, બાજરી, ઓટ્સ, ઘઉં, બ્રાઉન રાઈસ, બટેકા, શક્કરીયા જેવા શાકભાજી આરોગ્વા જોઈએ. આહારમાં માંસ, માછલી, ઈંડા અને દૂધનો પણ સમાવેશ કરવો જોઈએ.


પાણી પર આપો ખાસ ધ્યાન-
પાણી શરીર માટે ખુબ મહત્વનું છે. પાણી શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવા જોઈએ. પાણી સિવાય તમે ફળ, શાકભાજીનું જ્યુસ અને લીંબુ પાણીનું સેવન પણ કરી શકો છો. સોફ્ટ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ, સોડા અને કોફીનું પ્રમાણ એકદમ ઘટાડી દેવું જોઈએ.


અનસૈચ્યુરેટેડ ફેટ્સ-
માછલી, માખણ, નારિયલનું તેલ, મલાઈ, ચીઝ અને ઘીમાં મળતા સૈચ્યુરેટેડ ફેટને બદલે લોકોએ પોતાના આહારમાં અનસૈચ્યુરેટેડ ફેટ્સનું ભોજન લેવું જોઈએ. આ પ્રકારના ભોજનમાં એવોકાડો, નટ્સ, ઓલિવ ઓઈલ, સોયા, કેનોલા, સનફ્લાવર અને મકાઈનું તેલ સામેલ છે. લાલ માંસને બદલે સફેદ માંસ અને માછલી આરોગ્વી જોઈએ કારણ કે તેમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે. પ્રોસેસ્ડ માંસ તો બિલકુલ ન લેવું જોઈએ.


બહારનું જમવાનું ટાળો-
કોરોના એક બીજાના સંપર્કમાં આવવાથી વધુ ઝડપથી ફેલાઈ છે. કોરોનાથી બચવા માટે બહારનું ભોજન લેવા કરતા ઘરનું ભોજન લેવું જોઈએ. દેશમાં અનેક રેસ્ટોરન્ટમાં બહાર બેસીને જમવા પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. જો કે લોકો ઘરે ઓર્ડર કરી જમી શકે છે.


આ વસ્તુઓથી અંતર બનાવો-
મેદસ્વિતા, હ્યદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીઝ અને કેટલાક પ્રકારના કેન્સરથી બચવા માટે ખાંડ, ચરબી અને વધારે મીઠાનું સેવન કરવાનું ટાળો. દિવસ દરમિયાન માત્ર 1 ચમચી મીઠું લેવું જોઈએ.


બને તેટલું ટ્રાન્સ ફેટથી રહો દૂર-
પ્રોસેસ્ડ ફુડ, ફાસ્ટ ફુડ જેવા જંક ફુડમાં ટ્રાન્સ ફેટ મોટા પ્રમાણમાં હોય છે. આ કારણે કોરોના વાયરસ હોવાની સંભાવના પણ વધી જાય છે. તે માટે લોકોએ માત્ર પોષણયુક્ત ભોજન લેવું જોઈએ.