નવી દિલ્હી: કમર દુખાવાની સમસ્યા મોટાભાગે લોકોને પરેશાન કરે છે. ઘણીવાર ખોટી રીતે ઉઠવા બેસવા, ઉંઘવા અથવા પછી ભારે સામાન ઉઠાવવાથી કમરમાં દુખાવો થાય છે. કમરના દુખાવાની સમસ્યામાં ટ્રીટમેન્ટની સાથે તમને તમારી ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ. કેટલી વસ્તુઓ ખાવાથી તમારી સમસ્યા વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીઠી વસ્તુઓ ન ખાવ
કમરના દુખાવાની સમસ્યા હોય તો મીઠી વસ્તુઓ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. મીઠી વસ્તુઓ ખાવાની સોજો આવી શકે છે અને તેનાથી વજન પણ વધી સહ્કે છે. વજન વધવાથી કમરનો દુખાવો વધુ વધી જાય છે. 

શું તમે પણ યૂઝ કરો છો Google Chrome? તાત્કાલિક કરી દો બંધ, આ મોટી કંપનીએ આપી વોર્નિંગ


વ્હાઇટ બ્રેટથી નુકસાન
રિફાઇન્ડ અનાજ ખાવાથી કરતાં સારું રહેશે આખુ અનાજ ખાવ. સફેદ બ્રેડ અથવા પિત્ઝા જેવી વસ્તુઓ ખાવાનું ટાળો. કમરના દુખાવાની સમસ્યામાં આ વસ્તુઓને ખાવ છો તો તેનાથી સોજો અને દુખાવો વધી શકે છે. 


પિત્ઝા અને કાર્બોનેટેડ ડ્રિંક ટાળો
સેચુરેટેડ ફેટ અને ટ્રાંસ ફેટવાળી વસ્તુઓ ખાવાનું ટાળો. કમરના દુખાવાની સમસ્યા હોય તો પિત્ઝા, બર્ગર અથવા ફેંચ ફ્રાઇઝ જેવી વસ્તુઓથી દૂર રહો. 


કાર્બોનેટેડ ડ્રિકમાં કેમિકલ હાજર હોય છે. જે તમારા માટે ખતરનાક થઇ શકે છે. આ પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. તેનાથી સોજાની સમસ્યા થઇ શકે છે અને દુખાવો વધી શકે છે.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ચિકિત્સીય સલાહ જરૂર લો. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube