વારંવાર થાય છે શરદી-ઉધરસ ? તો આ ઘરેલુ નુસખા ટ્રાય કરો એકવાર, પછી તબિયત રહેશે ટનાટન
Home Remedies For Cold and Cough: મોટા લોકોને પણ શરદી અને ઉધરસ થઈ જાય તો તેઓ તુરંત દવાઓ લઈ લેતા હોય છે જેથી તાત્કાલિક રાહત મળી જાય પરંતુ શરદી ઉધરસ વારંવાર થતા હોય તો તાત્કાલિક દવાઓ લેવાને બદલે ઘરેલું ઉપચાર કરવા જોઈએ. આ ઉપચાર કરવાથી શરદી-ઉધરસ મટી જાય છે.
Home Remedies For Cold and Cough: બદલાતા વાતાવરણમાં લોકોને વારંવાર શરદી અને ઉધરસ થઈ જાય છે. ખાસ કરીને જો બાળકને શરદી-ઉધરસ થઈ જાય તો માતાપિતાની ચિંતા વધી જાય છે. મોટા લોકોને પણ શરદી અને ઉધરસ થઈ જાય તો તેઓ તુરંત દવાઓ લઈ લેતા હોય છે જેથી તાત્કાલિક રાહત મળી જાય પરંતુ શરદી ઉધરસ વારંવાર થતા હોય તો તાત્કાલિક દવાઓ લેવાને બદલે ઘરેલું ઉપચાર કરવા જોઈએ. આ ઉપચાર કરવાથી શરદી-ઉધરસ મટી જાય છે.
મધ અને ગરમ પાણી
ગરમ પાણીમાં મધ ભેળવીને પીવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પી લેવું. તેનાથી ગળાના દુખાવા અને ઉધરસથી રાહત મળે છે.
આ પણ વાંચો:
જમ્યા પછી તુરંત વધી જાય છે બ્લડ શુગર ? તો જમ્યાની 30 મિનિટ પહેલા કરી લેવું આ કામ
જામફળના પાન છે ગુણોનો ખજાનો, ખાવાથી શરીર રહે છે નિરોગી, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
પિતા બનવાનું પ્લાનિંગ કરતાં પુરુષો આ 3 વસ્તુઓથી રહે દુર, ખાવાથી ઘટે છે Sperm Count
સ્ટીમ થેરાપી
સ્ટીમ થેરાપી એક અકસીર ઉપાય છે જે તેનાથી બંધ નાક અને ગળાનો દુખાવો મટે છે. તેના માટે ગરમ પાણીના બાઉલમાં ટુવાલ વડે માથું ઢાંકીને શ્વાસ લેવો.
મીઠાના પાણીથી કોગળા કરો
મીઠાના પાણીના કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. તેના માટે હુંફાળા પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરો અને પછી તેનાથી કોગળા કરો.
ગરમ પ્રવાહી પીવાનું રાખો
શરદી અને ઉધરસ દુર કરવા માટે ગરમ સૂપ પીવું લાભકારી સાબિત થાય છે. તમે ગરમ સૂપ, હર્બલ ચા અથવા ગરમ પાણીમાં લીંબુ ઉમેરીને પી શકો છો. તેનાથી ઉધરસ અને શરદી મટી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)