દવા કર્યા પછી પણ ઉધરસ મટતી ન હોય તો એકવાર અજમાવી જુઓ આ દેશી ઉપચાર, તુરંત દેખાવા લાગશે અસર
Home Remedies For Dry Cough: ઉધરસમાં ઘણી વખત દવા કે સીરપ પણ અસર કરતા નથી. ઉધરસ સૂકી હોય કે કફવાળી જ્યારે આ તકલીફ થાય છે ત્યારે હાલત બગડી જાય છે. ઘણી વખત તો ઉધરસ આવવાનું શરૂ થાય પછી શ્વાસ પણ ન લઈ શકાય એટલી ઉધરસ ચડે છે.
Home Remedies For Dry Cough: વાતાવરણમાં ફેરફાર થાય એટલે ઉધરસની સમસ્યા સતાવવા લાગે છે. કેટલીક વખત ઉધરસ થોડા દિવસમાં મટી જાય છે પરંતુ કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસમાં ઘણી વખત દવા કે સીરપ પણ અસર કરતા નથી. ઉધરસ સૂકી હોય કે કફવાળી જ્યારે આ તકલીફ થાય છે ત્યારે હાલત બગડી જાય છે. ઘણી વખત તો ઉધરસ આવવાનું શરૂ થાય પછી શ્વાસ પણ ન લઈ શકાય એટલી ઉધરસ ચડે છે. તો વળી ક્યારેક રાત્રે ઉધરસ આવે છે જેના કારણે ઊંઘ પણ થઈ શકતી નથી. જો તમે ઉધરસ ના કારણે પરેશાન થઈ ગયા છો અને દવા કર્યા પછી પણ ઉધરસ મટતી નથી તો તમને કેટલાક દેશી ઉપચાર વિશે જણાવીએ. આ ઉપચાર કરવાથી ઉધરસથી છુટકારો મળે છે.
આદુ અને મીઠું
જો તમે વધારે પડતી ઉધરસ આવવાથી પરેશાન થઈ જાઓ છો તો આદુના નાના નાના ટુકડા કરી તેના ઉપર થોડું નમક છાંટીને પોતાના મોઢામાં રાખી અને ધીરે ધીરે ચાવો. ધીરે ધીરે આદુના રસને ગળેથી ઉતારતા રહો આમ કરવાથી પાંચથી દસ મિનિટમાં જ તમને ઉધરસ થી રાહત મળી જશે.
આ પણ વાંચો:
રોજ સવારે પીવો હિંગનું પાણી, વજન ઘટવા સહિત થશે આ લાભ, પેટની બીમારી દવા વિના થશે દુર
ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન છે આ ફળના જ્યુસ, પીવાથી વધી જાય છે બ્લડ સુગર
સવાર સવારમાં ગોળ સાથે ખાવી આ વસ્તુ, એનર્જી વધવાની સાથે થશે આ 5 જોરદાર ફાયદા
મરી અને મધ
ઉધરસ થી છુટકારો મેળવવા માટે મરી અને મધ પણ ખૂબ જ ઉપયોગી છે. દવા કર્યા છતાં પણ તમને ઉધરસ મટતી ન હોય તો ચાર પાંચ મરીના દાણાને પીસી તેના પાવડરમાં થોડું મધ ઉમેરીને તેને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વખત આવું કરવાથી ઉધરસ મટી જાય છે.
આદુ અને મધ
સુકી ઉધરસથી આદુ અને મધ તુરંત જ રાહત અપાવે છે. આદુનો રસ કાઢી તેમાં મધ અને મુલેઠી પાઉડર ઉમેરીને તેનું સેવન કરવું. આ દેશી ઉપચાર કરવાથી ઉધરસ તુરંત મટે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ સુધરે છે.
ગરમ પાણી અને મધ
જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે.