Headache: આજની દોડધામ ભરેલી જીવન શૈલીના કારણે લોકોને આરામ કરવા માટે પૂરતો સમય પણ મળતો નથી. ઊંઘનો સમય હોય ત્યારે પણ ચિંતાઓના કારણે આરામ બરાબર થઈ શકતો નથી. આ ઉપરાંત વર્ક પ્લેસ ઉપર કોમ્પ્યુટર સ્ક્રીનની સામે કલાકો સુધી બેસવાનું હોય છે. જેના કારણે માથામાં દુખાવો, ગરદનમાં દુખાવો જેવી તકલીફો થાય છે. સાથે જ કોઈને કોઈ કારણોસર તળાવ પૂર્ણ વાતાવરણમાં પણ રહેવું પડે છે. ઘણા લોકોને માઈગ્રેન પણ થઈ જાય છે. આ પ્રકારના સ્ટ્રેસના કારણે થતા દુખાવાને દુર કરવા માટે માથામાં માલિશ કરવી એક ઉત્તમ ઉપાય સાબિત થાય છે. જો રોજ 10 મિનિટ પણ તમે આ કામ કરો છો તો તેનાથી માથાનો દુખાવો કાયમ માટે દુર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આંખની આ 5 બીમારીઓના કારણે આવી શકે છે અંધાપો, લક્ષણ દેખાય એટલે તુરંત કરાવો સારવાર


ડેન્ગ્યુના દર્દીએ ભુલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા


બટેટા હેલ્ધી કે અનહેલ્ધી ? બટેટા રોજ ખાવાને લઈને શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત જાણો


સ્ટ્રેસ થાય છે દૂર


માથામાં થોડી મિનિટ સુધી માલિશ કરવાથી સ્ટ્રેસ ઓછો થઈ જાય છે. ગરદન ખભાના સ્નાયુ રિલેક્સ થઈ જાય છે જેના કારણે શાંતિ અને આરામની અનુભૂતિ થાય છે.


માઈગ્રેનના દુખાવામાં મળે છે રાહત


માથામાં માલીશ કરવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનથી રાહત મળે છે. માથામાં માલિશ કરવાથી એન્ડોફ્રીન રિલીઝ થાય છે. આ હોર્મોન દુખાવાની દૂર કરવામાં મદદ કરે છે. માથાનો દુખાવો હોય ત્યારે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય તે રીતે મસાજ કરવી જોઈએ.


ઊંઘની ગુણવત્તા સુધરે છે


સ્ટ્રેસના કારણે જો ઊંઘ ન આવતી હોય તો રાત્રે સુતા પહેલા દસ મિનિટ માથામાં માલિશ કરવી જોઈએ તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)