ધૂપમાં વપરાતું લોબાન છે ગંભીર બીમારીઓનો રામબાણ ઈલાજ, કેન્સર અને અસ્થમાના ઈલાજમાં થશે લાભ
લોબાન (Frankincense)નો ઉપયોગ ગ્રામિણ વિસ્તારોમાં બાળકોની નજર ઉતારવા માટે હંમેશા કરતા આવ્યા છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમામ પ્રકારની ગંભીર બીમારીઓને દૂર કરી શકાય છે.
નવી દિલ્હીઃ લોબાન (Frankincense)નો ઉપયોગ ગ્રામિણ વિસ્તારોમાં બાળકોની નજર ઉતારવા માટે હંમેશા કરતા આવ્યા છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમામ પ્રકારની ગંભીર બીમારીઓને દૂર કરી શકાય છે. લોબાન એટલે લોહબાન (Frankincense), જેને ઓલિબૈનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ બોસવેલિયા વૃક્ષની રાળમાંથી બને છે. આ વૃક્ષ સામાન્ય રીતે ભારત, આફ્રિકા અને મધ્ય પૂર્વના સૂકા પહાડી વિસ્તારમાં ઉગે છે. તે ઘણું જ સુંગધીદાર હોય છે અને તેનો ઉપયોગ અગરબત્તી અને અત્તર બનાવવા માટે કરવામાં આવે છે. તે ભૂરો અને પીળા રંગનું હોય છે. લોબાનમાં એક વુડી, મસાલેદાર ગંધ હોટ છે અને તેને શ્વાસમાં લેવામાં આવે છે અથવા ચામડીના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે.
પારંપરિક આયુર્વેદિક ચિકિત્સામાં લોબાનનો અનેક પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી લાભ માટે પ્રયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં મુખ્ય રૂપથી ગઠિયા, પાચનમાં સુધારથી લઈ અસ્થમા અને શ્રેષ્ઠ ઓરલ હેલ્થ માટે લોબાનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં પણ કેટલાક પ્રકારના કેન્સરથી લડવામાં પણ લોબાન મદદ કરી શકે છે. અમે તમને લોબાનના 5 સ્વાસ્થ્ય લાભ જણાવી રહ્યાં છીએ જેનું વિજ્ઞાન પણ સમર્થન કરે છે.
વા-સંધિવાને ઠીક કરી શકે છે લોબાન:
લોબાનમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે વા અને સંધિવા દરમિયાન થતાં સોજાને ઓછી કરવામાં મદદરૂપ બને છે. વર્ષ 2014માં ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યુ કે લોબાન વા-સંધિવાના લક્ષ્ણોને ઓછી કરવામાં મદદરૂપ બને છે. મનુષ્યોમાં લોબાનનો અર્ક જૂના ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રૂમેટીઈડ સંધિવાના લક્ષણને ઓછો કરવામાં સતત અસરકારક રહ્યો છે. પરંતુ અત્યારે આ વિષય પર વધુ સંશોધનની જરૂરિયાત છે.
આંતરડાના કામમાં સુધારો લાવે છે લોબાન:
લોબનના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ આંતરડામાં યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરી શકે છે. વર્ષ 2017માં એક અધ્યયનમાં જોવા મળ્યું છે કે લોબાન, અન્ય હર્બલ દવાઓના કોમ્બિનેશનમાં, પેટના દુખાવા, સોજા અને અહીં સુધી કે એરીટેબલ બાઉન સિન્ડ્રોલવાળા લોકોમાં ડિપ્રેશન અને ચિંતાને ઓછી કરે છે. એક અધ્યયનમાં એ પણ જોવા મળ્યું છે કે બોસવેલિયાની 250 મિલીગ્રામની ગોળીઓ 6 મહિના સુધી રોજ લેવાતી આઈબીએસવાળા લોકોના લક્ષણોમાં સુધારો લાવે છે.
અસ્થમામાં પરિવર્તન લાવે છે લોબાન:
પંરપરાગત ચિકિત્સાએ વર્ષોથી બ્રોકાઈટિસ અને અસ્થમાના ઈલાજ માટે લોબાનનો ઉપયોગ કર્યો છે. સંશોધન બતાવે છે કે તેમાં હાજર કમ્પાઉન્ડના માધ્યમથી લ્યૂકોટ્રિએન્સના પ્રોડક્શનને અટકાવી શકાય છે. જેનાથી અસ્થમાના લક્ષણો ઓછા કરવામાં મદદ મળી શકે છે, એક નાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો પોતાના અસ્થમાના રૂટિન ઈલાજ વચ્ચે 500 મિલીગ્રામ બોસવેલિયા અર્કનું દરરોજ સેવન કરે છે તે 4 અઠવાડિયાના અધ્યયન દરમિયાન બીમારીની સિસ્ટમને ઓછી કરવામાં સક્ષમ છે.
ઓરલ હેલ્થ માટે ફાયદાકારક છે લોબાન:
લોબાન ઓરલ હેલ્થમાં સુધારો લાવવા અને દાંતના પેઢાની બીમારીને અટકાવવામાં મદદ કરી શકે છે. એક ટેસ્ટ ટ્યૂબના અધ્યયનમાં સામે આવ્યું છે કે લોબાનનો અર્ક એગ્રીગેટિબેક્ટર એક્ટિનોમાઈસેટેમકોમિટન્સ વિરુદ્ધ પ્રભાવિત છે જે એક બેક્ટેરિયા છે અને અહીં દાંતના પેઢાની બીમારાનું કારણ બની શકે છે. એક્સપર્ટે સલાહ આપી છે કે લોબાન મોઢામાં ઈન્ફેક્શનને ઓછું કરી શકે છે. પરંતુ ઓરલ હેલ્થ પર લોબાનના પ્રભાવ પર વધુ સંશોધનની જરૂર છે.
લોબાનમાં એન્ટી કેન્સરના ગુણ:
સંશોધનમાં સામે આવ્યુ છે કે લોબાનમાં કેન્સર વિરોધી પ્રભાવ હોઈ શકે છે. ટેસ્ટ ટ્યૂબ શોધથી સામે આવ્યું છે કે તેમાં હાજર બોસવેલિક એસિડ કેન્સરની કોશિકાઓને ફેલતા અટકાવે છે. એક રિસર્ચના રિવ્યૂમાં સામે આવ્યું છે કે બોસવેલિક એસિડ કેન્સર સેલ્સમાં ડીએનએના ફોર્મેશનને પણ અટકાવી શકે છે. જે કેન્સરના વિકાસને ઓછું કરવામાં મદદ કરી શકે છે.
એક અન્ય સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે લોબાન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, અંડાશયનું કેન્સર, સ્કીન કેન્સર અને કોલન કેન્સર એટલે કે પેટના કેન્સરની કોશિકાઓ વિરુદ્ધ પણ પ્રભાવિત થઈ શકે છે. આ કેન્સરના ઉપચારના દુષ્પ્રભાવને ઓછું કરવામાં મદદ કરી શકે છે. પરંતુ તેના વધુ સંશોધનની જરૂરી છે.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.