Headache Due To Heat: કેટલાક લોકોને ઉનાળાની શરૂઆત થાય એટલે સાથે જ માથાના દુખાવાની તકલીફ પણ વધી જાય છે. તડકા અને ગરમીના કારણે કેટલાક લોકોને વારંવાર માથામાં દુખાવો થતો જોવા મળે છે. તો વળી જે લોકોને માઈગ્રેનની તકલીફ હોય તેમને પણ ઉનાળા દરમિયાન માથાના દુખાવાની ફરિયાદ વધી જતી હોય છે. તડકાના કારણે માથામાં દુખાવો ઉપરાંત ચક્કર આવવા, ડીહાઇડ્રેશન જેવી તકલીફ પણ થઈ શકે છે. જો તમને પણ ગરમીના દિવસોમાં માથામાં વારંવાર દુખાવો થતો હોય તો આ પાંચ ઘરેલુ ઈલાજ તમને મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કાકડી-ટમેટા સહિત આ સલાડ કોમ્બીનેશન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, શરીર પર થશે ગંભીર અસર


ફળ કાપી તેના પર ખાંડ અથવા મીઠું ઉમેરી ખાવું જોખમી, સ્વાસ્થ્યને થાય છે નુકસાન


આ શાકભાજીથી ડાયાબિટીસના દર્દીએ રહેવું દુર, ઝડપથી વધારે છે Blood Sugar


1. ગરમીના દિવસોમાં વારંવાર દુખાવો થવાનું એક કારણ પાણીની ઉણપ પણ હોઈ શકે છે. તડકામાં ફરવાના કારણે માથામાં દુખતું હોય તો દિવસ દરમિયાન પાણી પીવાનું વધારે રાખવું અને બહારથી ઘરે આવ્યા પછી ચહેરાને ઠંડા પાણીથી બરાબર ધોઈ લેવો. દિવસ દરમિયાન એવી વસ્તુઓનું સેવન કરતા રહેવું જે શરીરની પાણીની જરૂરિયાત પૂરી કરે.


2. જો તમને માથામાં દુખાવો વારંવાર થતો હોય તો લવન્ડર, પીપરમેન્ટ જેવા ઓઇલ સાથે રાખવા. તેની મદદથી આંખની ઉપર અને માથામાં થોડી મસાજ કરી લેવી. જ્યારે માથું ભારે લાગે ત્યારે આ રીતે તેલ થી મસાજ કરવાથી માથું હળવું થઈ જશે 


3. ગરમી દરમિયાન માથું દુખતું હોય તો કોલ્ડ કમ્પ્રેસ થેરાપી પણ કામ લાગે છે. તેના માટે બરફના પાણીમાં ટુવાલ અથવા તો નેપકીન પલાળી લેવો અને પછી માથા પર તેને રાખો. થોડી જ મિનિટોમાં તમને આરામ મળી જશે.


4. જો તમને માથાનો દુખાવો હોય તો હર્બલ આઈસ ટી પણ મદદ કરી શકે છે. આ ચા બનાવવા માટે તમે લીંબુ, આદુ, ફુદીનો વગેરેનો ઉપયોગ કરી શકો છો આ વસ્તુ સાથે આઈસ ટી બનાવીને પીવાથી તુરંત લાભ થાય છે.


5. ઘણી વખતે એવું થાય છે કે કામના કારણે ભોજન અથવા તો નાસ્તો લોકો સ્કીપ કરી દેતા હોય છે. ભોજન કર્યા વિના તડકામાં ફરવાથી તીવ્ર માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. તેથી ગરમી દરમિયાન ભોજન ટાળવું નહીં ખાલી પેટ રહેવાથી પણ માથામાં દુખાવો થઈ શકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)