Lauki Ka Juice: વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા સુધીના આ 7 ફાયદા કરે છે દૂધીનું જ્યુસ
Lauki Ka Juice: દુધી એવું શાક છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શિયાળામાં સૌથી વધુ મળે છે. જો તમે શિયાળામાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માંગો છો તો દૂધીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Lauki Ka Juice: દુધી એવું શાક છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શિયાળામાં સૌથી વધુ મળે છે. જો તમે શિયાળામાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માંગો છો તો દૂધીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દુધીનો જ્યુસ પીવાથી શિયાળામાં થતી ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય છે. દુધીમાં વિટામીન મિનરલ્સ સહિતના પોષક તત્વો હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સ થી થતા નુકસાન થી બચાવવે છે.
આ પણ વાંચો: શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે ખજૂર, રોજ 2 ખજૂર ખાવાથી આટલી બીમારીઓ થશે દૂર
દુધીની તાસીર ઠંડી હોય છે તેથી તેનું જ્યુસ બનાવી તેને ઉકાળીને પીવાથી શરીરને નુકસાન થતું નથી. શિયાળા દરમિયાન જો તમે દૂધીનું સૂપ બનાવીને પીવો છો તો શરદી ઉધરસ થતા નથી. શિયાળામાં દૂધીનો સૂપ કે જ્યુસ પીવાથી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે.
દૂધીનું જ્યૂસ પીવાથી થતા ફાયદા
1. દુધીમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર વધારે હોય છે તેથી જો તમે દૂધીનું જ્યુસ પીવો છો તો વજન ઓછું કરવામાં મદદ મળશે કારણ કે તે જ્યુસ પીધા પછી કલાકો સુધી તમને ભૂખ નહીં લાગે.
2. દુધીમાં પોટેશિયમ અને ફાઇબર હોય છે જે હાર્ટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને ફાઇબર કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો: Cashews Benefits: દૂધમાં પલાળી કાજૂનું કરો સેવન, હાડકાં થશે લોખંડ જેવા મજબૂત
3. દુધીમાં વિટામિન સી અને વિટામીન એ હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બંને પોષક તત્વોથી ત્વચા ચમકદાર અને સુંદર બને છે. સાથે જ સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી બચવા માં પણ મદદ મળે છે.
4. દુધીનો જ્યુસ નિયમિત રીતે પીવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે છે. ખાલી પેટ દુધીનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ આ રીતે કરે કિશમિશનું સેવન તો થાય છે ફાયદો, જાણો ખાવાની સાચી રીત
5. દૂધીનું જ્યુસ પીવાથી પાચન ક્રિયા સુધરે છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે તેનાથી કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે.
6. દુધીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. દુધીનો રસ પીવાથી બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરી શકાય છે.
આ પણ વાંચો: Health Tips: ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, પીવાથી થાય છે લાભ
7. દુધીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કેન્સરથી બચાવમાં મદદ કરે છે દુધીનો રસ પીવાથી કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય છે.
કેવી રીતે બનાવવું દુધીનું જ્યુસ
દુધીને ધોઈ અને તેની છાલ કાઢી ટુકડામાં સમારી લો. હવે બ્લેન્ડરમાં દૂધી થોડું પાણી, મીઠું, થોડી ખાંડ ઉમેરીને બરાબર પીસી લો. હવે આ મિશ્રણને ગાળી અને એક ગ્લાસમાં કાઢો. જ્યુસ તૈયાર કર્યા પછી તુરંત જ તેને પી લેવું. દૂધી સાથે તમે લીંબુનો રસ, કાકડી, આદુ અથવા તો મધ પણ ઉમેરી શકો છો. આ વસ્તુઓ દૂધીના જ્યુસ ને વધારે સ્વાદિષ્ટ બનાવશે.
આ પણ વાંચો: Mouth Ulcer: દાદીમાના આ 5 નુસખા મોઢાના ચાંદાથી તુરંત આપશે રાહત
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)