FRUIT EATEN AT THE RIGHT TIME: આડેધડ ફળો ખાતા હોય તો સાવધાનઃ જાણો કયા ટાઈમે ખાવા જોઈએ કયા ફળો
ઉદાહરણ તરીકે, ફળ ખાલી પેટ પર ખાવું જોઇએ કે નહીં, ફળને ખોરાક સાથે ખાવું જોઇએ કે નહીં, રાત્રે સૂતા પહેલા તે ખાવું જોઇએ કે નહીં? આવા અનેક સવાલો તમારામાં મનમાં આવતા હશે...તો જાણી લો તમારા તમામ સવાલોનો જવાબ આ આર્ટિકલમાં...
ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યારે તંદુરસ્ત આહારની વાત આવે છે, ત્યારે ફળો ચોક્કસપણે તેમાં શામેલ હોય છે. આનું કારણ એ છે કે ઘણાં ખનીજ, વિટામિન અને ફાઇબરયુક્ત ફળોમાં પુષ્કળ પોષક તત્વો હોય છે, કેલરી પણ ખૂબ ઓછી હોય છે અને ફળોમાં કુદરતી ખાંડ હોય છે જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને કોઈ આડઅસર થતી નથી..પરંતુ કેટલીકવાર ફળોના સેવન વિશે ઘણી વાતો સામે આવે છે.. ઉદાહરણ તરીકે, ફળ ખાલી પેટ પર ખાવું જોઇએ કે નહીં, ફળને ખોરાક સાથે ખાવું જોઇએ કે નહીં, રાત્રે સૂતા પહેલા તે ખાવું જોઇએ કે નહીં?
1- સવારે ફળ ખાવા ફાયદાકારક
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સવારની તુલનામાં દિવસનો સમય (બપોરનો સમય) ફળ ખાવા માટે શ્રેષ્ઠ છે. પરંતુ આ દાવાને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક તથ્યો અસ્તિત્વમાં નથી. પરંતુ દિવસ દરમિયાન શરીરનું ચયાપચય ધીમું થાય છે અને ફળમાં કુદરતી ખાંડની માત્રા વધારે છે અને તેથી જો તે બપોરના સમયે ખાવામાં આવે છે, તો તે બ્લડ શુગરનું સ્તર વધારીને પાચનતંત્રને ઉત્તેજિત કરે છે.ફળને તમે સવારે પણ ખાઈ શકો છો.
2- સૂતા પહેલા ફળ ન ખાવા જોઈએ
સૂતા પહેલા અથવા મધ્યરાત્રિએ ભુખ લાગે ત્યરારે ફળ ખાવા એ સારો ઓપ્શન છે. અમેરિકાના રાષ્ટ્રીય સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર જો સુવાના સમય પહેલાં કેળા ખાવામાં આવે તો ઉંઘ સારી રહે છે. સાથે પગમાં ખેંચાણની સમસ્યા દૂર થાય છે..કેમ કે કેળામાં પોટેશિયમ હોય છે. કેળામાં સારા પ્રમાણમાં મેગ્નેશિયમ પણ હોય છે.કેળાનું સેવન સૂતા પહેલા કરવામાં આવે તો શરીર રિલેક્સ રહે છે.
3- ખાલી પેટે ફળ ખાવા જોઈએ
ઘણા લોકો માને છે કે જો ફળ ખાલી પેટ ફળ ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે. જો તમે તેને ખોરાક સાથે ફળ ખાવ છો, તો પાચનની પ્રક્રિયા ધીમી પડે છે અને આ કારણે પેટ
ગેસ, પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓ આવી શકે છે. જોકે ફળોમાં ફાઈબર હોય છે
અને પચવામાં વાર લાગતી હોવાથી ફળ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી..ખાલી પેટે ફળ ખાવાથી કોઈ નુકસાન નથી થતું. આમ તો તમે કોઈ પણ સમયે ફળ ખાઈ શકો છો..ફળ હેલ્ધી, પોષક તત્વોની ભરપૂર અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.