ઝી બ્યૂરો, અમદાવાદઃ આ સમયે ફ્રુટ્સ ખાવાથી તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચી શકે છે. ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરેક વ્યક્તિ આ વાત જાણે છે. ફળોમાં તમામ જરૂરી પોષક તત્વો હોય છે જે તંદુરસ્ત વ્યક્તિ માટે જરૂરી હોય છે. પરંતુ શું તમે ફળો ખાવાનું જાણો છો ફળ ખાવાનો સાચો સમય કયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા લોકો સાંજે અથવા રાત્રિભોજન પછી ફળો ખાય છે. આ સમયે ફળો ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સાંજના સમયે કેમ ફળો ના ખાવા જોઈએ. તમને જણાવી દઈએ કે ફળો હંમેશા ખાલી પેટ ખાવા જોઈએ જેથી તે સરળતાથી પચી શકે. જમવાનું જમ્યા પહેલા કે પછી ફળ ખાવાનું ટાળવું જોઈએ. ફળ ભોજન કર્યાના અડધા કલાક પહેલા ખાઈ લેવું અથવા તો ભોજન કર્યાના એક કલાક પછી ફળ ખાવું.  જો તમે આમ નથી કરતા તો તમને પાચન અને એસીડીટી સહિતની સમસ્યાઓ થઈ શકે છે.


સવારે ફળોનું સેવન સ્વાસ્થ્ય અને શરીર માટે સૌથી ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક ફળો એવા છે જે સવારે ખાલી પેટ ખાવાથી હંમેશા ટાળવા જોઈએ. ખાલી પેટ પર સાઇટ્રિક એટલે કે સાઇટ્રસ ફળોનું સેવન કરવાથી એસિડિટી વધી શકે છે.


સાંજે ફળો ન ખાવા જોઈએ કારણ કે આ સમયે શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. ફળો તમને ખાધા પછી તરત જ ઉર્જા આપે છે કારણ કે તેમાં સરળ કાર્બોહાઇડ્રેટ તેમજ ડાયરેક્ટ સુગર હોય છે, શરીરનું મેટાબોલિઝમ ધીમું થઇ જાય છે ત્યારે સાદા કાર્બ્સ શરીર માટે સારા નથી હોતા.


તમારી તાસીર પ્રમાણે ફળો પસંદ કરો. જો તમને શરદી હોય તો કેળા, નારંગી, અનાનસ જેવા ફળો વધુ ન ખાવા. જો તમારી તાસીર ગરમ હોય તો કેરી અને પપૈયા જેવા ફળો ઓછા ખાવા જોઈએ.