Fruits for Arthritis Patients: મનુષ્યના શરીરના મોટાભાગની બીમારી અને તકલીફો માત્ર ફળોના સેવનથી જ દૂર થઈ શકે છે. શરીરના અંગો અને ફળોને પણ ખુબ ગાઢ સંબંધ છે. એ વાત જાણીને પણ તમને અચરજ થશે. પણ તમારી કુતૂહલતોનો જવાબ તમને અહીં મળી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંધામાં દુખાવાની વાત તો હવે નોર્મલ થઈ ગઈ છે. 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી કેટલાક લોકોને સાંધાના દુખાવા ચાલુ થઈ જાય છે. તેવામાં તમે ઈલાજ તો બધા જ કરશો. પણ આપને ખાસ આપના ડાયટ પર ધ્યાન આપવાનું રહેશે. નહીંતર આવનારા સમયમાં આ તકલીફ ખુબ વધી જશે. જો તમને સાંધાના દુખાવાની તકલીફ છે તો આપે આપના ડાયટમાં ત્રણ ફળને ઉમેરવાનું રહેશે. જેનાથીને આપને જલ્દી આરામ મળે. આવો જાણીએ કયા છે એ ત્રણ ફળ જેનાથી આપને આરામ મળશે. 


સંતરા ખાઓ-
આપના ડાયટમાં સંતરાને સામેલ કરો. આપને ખબર હશે કે સંતરા ખાવાથી પાણીની કમી પૂરી થાય છે. સંતરામાં મોટા પ્રમાણમાં વીટમીન સી હોય છે. જેનાથી આપના સાંધાના દુખાવામાં રાહત મળશે.


દ્રાક્ષ-
દ્રાક્ષ ખાવાથી આપને અનેક પ્રકારની તકલીફોથી રાહત મળશે. દ્રાક્ષ ખાવાથી આપને સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે. જે લોકો દ્રાક્ષ નથી ખાતા તે લોકો ડાયટમાં દ્રાક્ષને ઉમેરી દો.


રોજ ખાઓ તરબૂચ-
ઉનાળામાં સૌથી વધારે તરબૂચ ખવાતા હોય છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની તકલીફ નથી રહેતી. અને તરત જ એનર્જી મળી રહે છે. એટલે જે લોકો તરબુચ નથી ખાતા કે પછી ઓછુ ખાય છે તે લોકોને ડાયટમાં તેને એડ કરવુ જોઈએ.


(નોંધ: અહીં આપવામાં આવતા તમામ ઘરેલુ નુસ્ખા, સામાન્ય માહિતીના આધારે આપવામાં આવી છે. તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. ZEE 24 કલાક પુષ્ટિ નથી કરતું)