આ ફળો ખાવાથી સાંધાના દુખાવામાં મળશે રાહત, ડાયટમાં આજે જ કરો સામેલ
જો તમે પણ સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો તો તમારા ડાયટમાં કેટલાક ફળોને જરૂર સામેલ કરવા જોઈએ. તેમાં નારંગી, તરબૂચ, દ્રાક્ષ સામેલ છે.
નવી દિલ્હી: ઉંમર વધવાની સાથે સાથે સાંધાના દુખવાની સમસ્યા પણ વધી રહી છે. અર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી વધારે સમસ્યા સાંધામાં દુખાવો અને સોજાની હોય છે. આ સમસ્યાની પકડમાં મોટાભાગે લોકો ઉંમર વધાવની સાથે આવવા લાગે છે. બદલાતી લાઈફસ્ટાઈલમાં જો તમે ખાવા-પીવા પર થોડું ધ્યાન આપો તો તમારે કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં. આ ઉપરાંત જો તમે તમારા ડાયટમાં કેટલાક ફળોનું સેવન કરો છો તો તમને સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે.
નારંગીનું સેવન કરો
નારંગી એક એવું ફળ છે, જે ખુબ જ કામની વસ્તુ છે. આ ફળને ખાવાથી સાંધાના દુખાવા અને સોજાની ફરિયાદ ઓછી થઈ શકે છે. નારંગીમાં મોટા પ્રમાણમાં વિટામીન સી હોય છે. આ ફળમાં મળતા એન્ટીઓક્સીડેન્ટથી મોટા પ્રમાણમાં સાંધામાં સોજા ઓછા થાય છે. તમને જણાવી દઇએ કે અર્થરાઇટિસના દર્દીઓને નારંગી, મોસંબી અને લીબું જેવા ખાટા ફળ ખવા જોઇએ.
તરબૂચ ખાવાથી નહીં થાય જોઈન્ટ પેન
આ ઉપરાંત બીજું ફળ છે તરબૂચ. તેને ખાવાથી ઘણા ફાયદા થયા છે. તરબૂચમાં એન્ટીઇમ્ફ્લેમેન્ટ્રી ગુણ અને કેરોટેનાઈડ બીટ-ક્રિપ્ટોજેન્થિન પણ હોય છે. જે અર્થરાઇટિસના દર્દીઓ માટે સારું હોય છે. તેનાથી સોજા દૂર થવામાં મદદ મળે છે. તરબૂચ રયૂમેટાઈડ અર્થરાઇટિસના દર્દીઓને ખાસ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દ્રાક્ષ પણ ફાયદાકારક
આ સાથે જ તમે દ્રાક્ષ પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તેને ખાવાથી ઘણા ફાયદા છે. તેમાં પણ જોઇન્ટ પેનની ફરિયાદ ઓછી થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર દ્રાક્ષની છાલમાં રેસ્વેટ્રોલ નામનું એક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે અર્થરાઇટિસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક હોય છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારીઓ માટે છે. આ કોઈપણ પ્રકારનો કોઇ દોવો અથવા વિકલ્પ હોઈ શકે નહીં. વધારે જાણકારી માટે હમેશાં તમારા ડોક્ટરનો સંપર્ક કરો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube