નવી દિલ્હીઃ ડાયાબિટીસ દર્દી માટે હેલ્ધી અને બેલેન્સ ડાયટ પ્લાન ફોલો કરવો ખુબ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની કોઈ વસ્તુને સામેલ કરવા પહેલા સાવચેતી રાખવી જોઈએ. જો તમે પણ તમારા બ્લડ સુગરને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો તમારે તમારી ડાયટમાં કેટલાક ફળોને સામેલ ન કરવા જોઈએ. હકીકતમાં કેટલાક ફળ ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરી
જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો તમારે કેરીનું સેવન કરવાથી બચવું જોઈએ. તમને જણાવી દઈએ કે કેરી હાઈ ગ્લાઇસેમિક ઈન્ડેક્સવાળું ફળ છે અને તેને ડાયટમાં સામેલ કરવાને કારણે બ્લડ સુગર લેવલ વધી શકે છે. 


પાઇનેપલ
ડાયાબિટીસના દર્દીઓએ પાઇનેપલથી પણ દૂર રહેવું જોઈએ. આ ફળમાં સુગરની માત્રા વધુ હોય છે અને આ કારણ છે કે ડાયાબિટીસના દર્દીને તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રહેલી આ વસ્તુઓ કરી દેશે કાળા


ચેરી
ચેરીમાં નેચરલ સુગર સારી માત્રામાં હોય છે. ચેરીનું સેવન કરવાથી તમારૂ બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવી રાખવા માટે ચેરીને તમારા ડાયટમાં સામેલ કરો નહીં.


કેળા
કેળા તમારી ઓવરઓલ હેલ્થને ઘણી હદ સુધી ઇમ્પ્રૂવ કરી શકે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ કેળા ખાવાથી દૂર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે કેળાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે અને આ કારણે ડાયાબિટીસના દર્દીઓને કેળા ન ખાવાની સલાહ આપવામાં આવે છે. 


(ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈ ઉપાય અજમાવતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લો)