Fibroids: યુટ્રેસ એટલે કે ગર્ભાશયની દીવાલ પર બનતી ગાંઠને ફાઇબ્રોઈડ કહેવાય છે. મેડિકલ ભાષામાં તેને લિયોમાયોમા કહેવાય છે. આ ગાંઠ કેન્સરના કારણે થતી ગાંઠથી અલગ હોય છે. આ ગાંઠ થવાનું મુખ્ય કારણ શું છે તે જાણી શકાયું નથી. પરંતુ આ ગાંઠ થવાનું જોખમ મહિલાઓમાં માસિક શરૂ થયા પછી વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ફક્ત હાર્ટ એટેક આવે ત્યારે જ નહીં છાતીમાં દુખાવો આ સ્વાસ્થ્ય સમસ્યામાં પણ અનુભવાય છે


ગાંઠને દવા અથવા તો સર્જરીથી દૂર કરી શકાય


ફાઈબ્રોઈડ હોવાના લક્ષણોની વાત કરીએ તો તેમાં માસિક દરમિયાન હેવી બ્લિડિંગ થવું, પેલવિક એરિયામાં તીવ્ર દુખાવો, પિરિયડ સાયકલ લાંબી હોવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે કેટલાક કેસમાં તો તેના કોઈપણ લક્ષણ જોવા મળતા નથી. આ ગાંઠને દવા અથવા તો સર્જરીથી દૂર કરી શકાય છે. સાથે જ કેટલાક એવા ફળ પણ છે જેને ખાવાથી આ ગાંઠ નેચરલી સુકાવા લાગે છે. આજે તમને આ ફળ વિશે જણાવીએ. 


આ પણ વાંચો: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સવારે ખાલી પેટ ન પીવા આ 5 અનહેલ્ધી ડ્રિંક્સ


સફરજન - એક રિપોર્ટ અનુસાર પેક્ટીનથી ભરપૂર સફરજનમાં એસ્ટ્રોજનનું સ્તર સંતુલિત કરવાના ગુણ હોય છે. સફરજન ગર્ભાશયમાં વધતી ગાંઠનો ગ્રોથ અટકાવે છે. તેનું સેવન નિયમિત કરવાથી ફાઈબ્રોઈડનું રિસ્ક પણ ઓછું થઈ જાય છે.


બેરીઝ - શેતૂર, બ્લુબેરી, રાસબેરી, દ્રાક્ષ જેવા ફળમાં પણ એવા ગુણ હોય છે જે ગર્ભાશયમાં વધતા ફાઈબ્રોઈડની કોશિકાઓને વધતી અટકાવે છે. 


આ પણ વાંચો: Liver Damage: લીવર ફેલ થતા પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણો, ક્યારેય ન કરવા ઈગ્નોર


સંતરા - વિટામીન સી થી ભરપૂર સંતરા ફાઈબ્રોઈડના ગ્રોથને અટકાવે છે અને ફર્ટિલિટી સંબંધિત સમસ્યાને પણ ઓછી કરે છે. જે મહિલા રોજ એકથી બે સંતરા ખાય છે તેમને ફાઈબ્રોઈડ થવાનું રિસ્ક અન્ય મહિલાની સરખામણીમાં ઓછું હોય છે. 


જામફળ - જામફળ પ્રોટીન અને ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે તે ફાઇબ્રોઈડના દર્દી માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ફાઇબ્રોઈડનો ગ્રોથ અટકે છે. જામફળના પાનનો રસ પીવાથી પણ માસિક સમયની સમસ્યાથી છુટકારો મળે છે. 


આ પણ વાંચો: હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવું હોય તો ભોજનમાં હોવા જોઈએ આ 5 વિટામિન


દાડમ - ગર્ભાશયમાં ગાંઠ થઈ હોય તો દાડમ પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા પોષક તત્વો ફાઇબ્રોઈડના સેલ્સના વિકાસને રોકવાનું કામ કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)