નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સારવારની વેક્સીન હજુ સુધી મળી નથી, પરંતુ આયુર્વેદમાં આ વાયરસથી બચવા અને તેને લડત આપવાના ઘણા ઉપાયો અસરકારક સાબિત થયા છે. જોકે, ભારતમાં ઘણા એવા ઘરેલુ નુસ્ખા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે જેની મદદથી બીમારીથી બચી શકાય છે. આવો જ એક નુસ્ખો છે મીઠાના પાણીથી  કોગળા કરવાનો પરંતુ હવે આ નુસ્ખા પર બ્રિટન સંશોધનકારો દ્વાર મંજૂર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Hydroxychloroquine પર જંગ! ભારત બાદ આ દેશે WHOને દવા પર પ્રતિબંધ મૂકવાની ના પાડી


બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચ અનુસાર મીઠાના પાણીથી કોગળા કરવાથી સંક્રમણના લક્ષણોને ઓછા કરવાની સાથે સાથે બીમારીની સમયમર્યાદાને ઘટાડી શકાય છે.


આ રિસર્ચ કોરોનાના શિકાર થયેલા 66 દર્દીઓ પર 12 દિવસ સુધી કરવામાં આવ્યું હતું. સંશોધન માટે આ દર્દીઓની સારવારની સાથે સાથે મીઠાના પાણીના કોગળા કરાવવામાં આવતા હતા. 12 દિવસ પછી આ દર્દીઓના નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યા. જેમાં સંક્રમણના લક્ષણોમાં ઘટાડો જોવા મળ્યા હતો.


આ પણ વાંચો:- Coronavirus ના વુહાન કનેક્શનને લઇને હવે ચીની વૈજ્ઞાનિકોએ કર્યો આ મોટો દાવો


જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત આ સંશોધનમાં સામે આવ્યું છે કે, જે દર્દીઓએ મીઠાના પાણીથી કોગળા કર્યા તેમાં 2.5 દિવસ સુધી સંક્રમણ ઓછું જોવા મળ્યું. સંશોધનકર્તાઓનો દાવો છે કે, કોગળા કરવાથી કોરોનાના સંક્રમણ પર પ્રભાવ પડે છે અને તેનાથી ઓછા સમયમાં બીમારીથી સાજા થવામાં મદદ મળે છે.


આ પહેલા આંતરરાષ્ટ્રીય વાયરસ જાણકારોએ પણ માઉથવોશના ઉપયોગથી કોરોનાની અસરને ઓછી થવાનો દાવો કર્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, માઉથવોશ કોષોને સંક્રમિત કરતા પહેલા કોરોના વાયરસને નષ્ટ કરે છે.


આ પણ વાંચો:- હેલ્થ સ્કોરના આધારે કરી શકશો જરૂરી સેવાઓનો ઉપયોગ, ચીને લોન્ચ કરી એપ


હાલમાં જ ભારત સરકારના આયુર્વેદ મંત્રાલય તરફથી પણ કોરોનાના સંક્રમણથી બચાવ માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી હતી. આયુર્વેદ મંત્રાલયની ગાઈડલાઇન અનુસાર ગરમ પાણી થી સવાર સાંજ કોગળા કરવાથી ગળું સાફ રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube