નવી દિલ્હીઃ Garlic Buds Health Benefits: શિયાળાની સીઝન પોતાની સાથે ઘણી બીમારી લઈને આવે છે. આ સીઝનમાં શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ ઝડપથી લોકોને ઘેરી લે છે. તેવામાં જરૂર હોય છે એવી ડાઇટ લેવાની જે શરીરમાં ગરમી આપવાની સાથે તમને પણ ફિટ રાખી શકે. તેવામાં તમારા ઘરના કિચનમાં હાજર લસણ સમારી મદદ કરી શકે છે. લસણમાં એલિસિન સિવાય એન્ટી-ફંગલ, એન્ટી-બેક્ટીરિય, એન્ટીઓક્સીડેન્ટ, ફોસ્ફોરસ, આયરન, મેગ્નીશિયમ, આયરન, કાર્બોહાઇડ્રેટ, ઝિંક, કોપર, રાઇબોફ્લેવિન, થાયમિન, નિયાસિન પોષક તત્વો હોય છે. આ તમને બીમારીથી બચાવે છે. તો આવો આજે તમને જણાવીએ કે ઠંડીની સીઝનમાં કાચુ લસણ ખાવુ કેમ જરૂરી છે. કાચુ લસણ તમને શરદીથી લઈને તાવ દૂર કરવા અને તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણ ખાવાના ફાયદા
1. શરદી-ઉધરસની સારવાર

લસણનું સેવન શિયાળામાં ખાંસી અને ઉધરસથી બચવા માટે કરવામાં આવે છે. જો તમે પણ શરદી ઉધરસથી પરેશાન છો તો દરરોજ ભોજનની સાથે કાચુ લસણ જરૂર ખાવ. આમ કરવાથી તમે કફ, ઠંડી અને સીઝનલ બીમારીથી બચી રહેશે. લસણનું સેવન વજન ઘટાડવા માટે પણ કરવામાં આવે છે. 


આ પણ વાંચોઃ શિયાળામાં ડાયટમાં સામેલ કરો આ સસ્તું ફળ, સ્વાસ્થ્યને મળશે જબરદસ્ત ફાયદા


2. બૂસ્ટ કરો ઇમ્યુનિટી
શિયાળાની સીઝનમાં જેટલી ઝડપથી બીમારીઓ વધે છે ઇમ્યુનિટી નબળી પડવા લાગે છે. તેવામાં નબળી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે પણ તમે કાચા લસણની મદદ લઈ શકો છો. પ્રયાસ કરો કે કાચા લસણનો વધુમાં વધુ ઉપયોગ થાય.


3. હાડકાંને પણ બનાવે છે મજબૂત
લસણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંઓ માટે ખુબ મદદરૂપ માનવામાં આવે છે. તેવામાં જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો દરરોજ ઘીમાં લસણની કરી ફ્રાય કરો અને તેનો ભોજન સાથે ઉપયોગ કરો. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube