Garlic Benefits: શિયાળો શરૂ થાય એટલે શરદી, ઉધરસ સહિતની બીમારીઓ વારંવાર સતાવે છે. તેવામાં આપણે એ દરેક  ઉપાય કરીએ છીએ જે શિયાળામાં આપણને બીમાર પડવાથી બચાવી શકે. પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં રહેલી એક જાદુઈ વસ્તુ શિયાળામાં શરીર માટે ઔષધી જેવું કામ કરે છે ? આ વસ્તુ છે લસણ. લસણ રસોઈનો સ્વાદ વધારતો મસાલો જ નહીં પરંતુ ઔષધીય ગુણનો ખજાનો પણ છે. શિયાળામાં લસણ ખાવાથી અગણિત ફાયદા થાય છે. ચાલો આજે તમને લસણના કેટલાક મહત્વપૂર્ણ ફાયદા વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણ ખાવાથી થતા ફાયદા


આ પણ વાંચો: ત્રાટક સહિત આ 4 આયુર્વેદિક ઉપાયો દૂર કરશે તમારા નજરના ચશ્મા, આંખોની સુધરી જશે રોશની


- લસણમાં એલિસીન નામનું તત્વ હોય છે જે શરીરની ઇમ્યુનિટી ને વધારે છે. શિયાળામાં જ્યારે વાઇરસ અને બેક્ટેરિયા શરીર પર હુમલો કરે છે તો લસણ શરીરને તેનાથી બચાવે છે. 


- લસણમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને તાવના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. ઉધરસની દવા તરીકે લસણનો ઉપયોગ પારંપરિક રીતે કરવામાં આવે છે. 


- લસણ ખાઈને બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરી શકાય છે. શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે રહે છે તેવામાં લસણનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 


આ પણ વાંચો: Curry leaves Benefits:રોજ સવારે ખાલી આ રીતે મીઠો લીમડો ખાવાથી ઉતરશે આંખના નંબર


- લસણમાં એલિસિન હોય છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. નિયમિત લસણ ખાવાથી હાર્ટની બીમારી થવાનું જોખમ પણ ઘટી જાય છે. 


- લસણ પાચન ક્રિયાને સુધારે છે અને પેટની સમસ્યા જેમકે ગેસ, એસીડીટી અને કબજિયાતથી રાહત અપાવે છે. 


કેવી રીતે કરવું લસણનું સેવન ? 


આ પણ વાંચો: Health Tips: શિયાળામાં જો રોજ 100 ગ્રામ લીલા ચણા પણ ખાશો તો શરીરને થશે આ 5 ફાયદા


આ બધા જ ફાયદા મેળવવા હોય તો લસણને કાચું ખાવું સૌથી વધારે ફાયદાકારક છે. આ સિવાય તમે શાક કે સૂપમાં ઉમેરીને પણ લસણ લઈ શકો છો. રોજ બે થી ત્રણ કળી લસણનું સેવન કરવાથી શિયાળામાં બીમારીઓથી બચી શકાય છે. જો તમે નિયમિત રીતે બે કળી લસણની ખાઈ લેશો તો સ્વસ્થ રહેવા માટે તમારે મોંઘી દવાઓ ખાવાની જરૂર નહીં પડે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)