Gas Problem: લોકો છાશવારે પેટમાં ગેસ થઈ જવાની ફરિયાદ કરતા જોવા મળે છે અને તેના કારણે તેમને હેરાનગતિ પણ થતી હોય છે. ક્યારેક તો ગેસના કારણે છાતીમાં દુ:ખાવાની પણ સમસ્યા ઊભી થાય છે. આજકાલની લાઈફ સ્ટાઈલમાં પેટમાં ગેસ થઈ જવો એ સામાન્ય વાત છે. આપણી બદલાતી જીવનશૈલી, ખોટી ખાણી પીણીની આદત, કસમયે સૂવાનું અને જાગવાનું વગેરે એવા કારણો છે કે જે ગેસની સમસ્યાને નોતરે છે. જો બોડીના કોઈ પણ ભાગમાં ગેસ ભરાઈ જાય તો તેનાથી અસહ્ય દુ:ખાવો થાય છે. પેટમાં ગેસ બનવાના અનેક કારણ છે. બહારનું ભોજન, મસાલેદાર ભોજન, સમયસર ભોજન ન કરવું વગેરે... શરીરમાં ગેસ પેદા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેસની સમસ્યાથી બચવાનો ઉપાય
અત્યારે સ્થિતિ એવી છે કે બહારના ખાવા પીવાનું ચલણ વધી ગયું છે. જેના કારણે અનેક લોકો ગેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે બહારના ભોજનથી પેટ ખરાબ થવાની શક્યતા વધુ રહે છે. બહારનું ભોજન કરવાથી પેટમાં એસિડિટી અને ગેસ બનવાનું શરૂ થઈ જાય છે. ગેસની સમસ્યાથી પેટમાં દુ:ખાવો થવાની સાથે સાથે ભૂખ પણ ઓછી લાગે છે અને પેટ ફૂલવા લાગે છે. જો તમે પણ પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન હોવ તો આ ઉપાય ચોક્કસપણે અજમાવો....


1. રાતે હળવું ભોજન કરવું જોઈએ. ડિનરમાં બીન્સ, કઠોળ, ફૂલાવર, કોબીજ વગેરેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. આ ચીજો ખાવાથી પેટમાં ગેસ થાય છે. 


2. ભોજનમાં વધુ મસાલાનો ઉપયોગ કરવાથી આંતરડા પર ખરાબ પ્રભાવ પડે છે, આથી ઓછું મસાલેદાર ભોજન કરવું જોઈએ. જે શરીરને સ્વસ્થ રાખે છે. 


3. પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ. તેનાથી ગેસ અને કબજિયાતની પરેશાની ઘણી ખરી ઓછી થઈ જાય છે. યુરિન દ્વારા શરીરમાંથી અનેક પ્રકારની હાનિકારક વસ્તુઓ શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે. 


4. અનેક લોકો ખાલી પેટ રહેવાના કારણે પણ ગેસની સમસ્યાનો સામનો કરતા હોય છે. આથી પેટ ખાલી રાખવું જોઈએ નહીં અને ભોજન કરવા માટે એક ચોક્કસ સમય રાખવો જોઈએ. આ ઉપરાંત જો પેટ ખાલી રહે તો માથામાં દુ:ખાવો પણ થાય છે. 


આ Video પણ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube