Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો, મટી જાશે ઉધરસ
Dry Cough: સુકી ઉધરસ મટાડવા માટે કેટલાક દેશી ઉપચાર ખૂબ જ અસરકારક ગણાય છે. દાદી-નાનીના સમયથી આ નુસખાને અજમાવવામાં આવે છે અને તે દર વખતે અસરકારક સાબિત થાય છે. જો તમને પણ આ ચોમાસામાં સૂકી ઉધરસ પરેશાન કરી રહી હોય તો આ ત્રણમાંથી કોઈ એક ઉપાય આજથી જ શરૂ કરી દો.
Dry Cough: વાતાવરણમાં ફેરફાર થાય તેની સાથે શરીર પર પણ તેની અસર થાય છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ, વાયરલ ફ્લુ અને સૂકી ઉધરસ સમસ્યાનું કારણ બને છે. જેમાંથી સૂકી ઉધરસ એકવાર થઈ જાય તો પછી ઝડપથી મટતી નથી. સુકી ઉધરસના કારણે દિવસ રાત પરેશાન થવું પડે છે. ખાસ તો રાત્રે સૂતી વખતે ઉધરસ વધી જાય છે જેના કારણે ઊંઘ પણ બરાબર થતી નથી. ઘણી વખત તો ઉધરસ મટાડવાની દવાઓ પણ ઝડપથી અસર કરતી નથી.
આ પણ વાંચો: Nail Cutting Days: નખ કાપવા માટે આ દિવસ સૌથી શુભ, અચાનક મળશે ધન અને વધશે સુંદરતા
તેવામાં તમે કેટલા ખાસ ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો. સુકી ઉધરસ મટાડવા માટે કેટલાક દેશી ઉપચાર ખૂબ જ અસરકારક ગણાય છે. દાદી-નાનીના સમયથી આ નુસખાને અજમાવવામાં આવે છે અને તે દર વખતે અસરકારક સાબિત થાય છે. જો તમને પણ આ ચોમાસામાં સૂકી ઉધરસ પરેશાન કરી રહી હોય તો આ ત્રણમાંથી કોઈ એક ઉપાય આજથી જ શરૂ કરી દો થોડા જ દિવસોમાં ઉધરસ મટી જશે.
સૂકી ઉધરસ માટેના ઉપાય
આ પણ વાંચો: 6 જુલાઈથી ગુપ્ત નવરાત્રી શરુ, જાણો રાશિ અનુસાર કઈ વસ્તુઓ પૂજામાં અર્પણ કરવી
ગરમ પાણી અને મધ
બદલતા વાતાવરણમાં ઠંડુ પાણી પીવાનું તાળવું જોઈએ. આ સિવાય ગરમ પાણી પીવાની શરૂઆત કરી દેવી. જો તમે દિવસ દરમિયાન હુંફાળું પાણી ન પી શકતા હોય તો દિવસમાં બે થી ત્રણ વખત એક ગ્લાસ હુંફાળા પાણીમાં 4 ચમચી મધ ઉમેરીને પી જવું. તેનાથી સુકી ઉધરસથી તુરંત રાહત મળી જશે.
આ પણ વાંચો: ગુપ્ત નવરાત્રિમાં અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ઘરમાં ધનની આવક
આદુ અને મીઠું
આદુ એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે એટલે કે તે દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે. સુકી ઉધરસ માટે તે રામબાણ દવા છે. જો તમે ખાઈ શકતા હોય તો આદુનો એક ટુકડો કાચો ચાવીને ખાઈ લેવો. અને જો આદુ ખાઈ ન શકાય તો તેનો રસ કાઢી તેમાં મીઠું મિક્સ કરીને પી જવું. આદુનો રસ પીધા પછી અડધી કલાક સુધી પાણી ન પીવું. સુખી ઉધરસ તુરંત મટી જશે.
આ પણ વાંચો: Rahu-Shani Yuti: શનિ અને રાહુ બનાવશે અદ્ભુત યોગ, આ રાશિઓને મળશે સફળતા અને આકસ્મિક ધન
કાળા મરી અને મધ
કાળા મરી અને મધનું કોમ્બિનેશન પણ શરદી અને ઉધરસનો દુશ્મન છે. તેના માટે ચારથી પાંચ કાળા મરીના દાણાને વાટી અને પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં થોડું મધ મિક્સ કરી મિશ્રણને ચાટી જવું. દિવસમાં બે થી ત્રણ વખત આ મિશ્રણ ચાટી લેશો તો ડ્રાય કફથી મુક્તિ મળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)