Black Salt Benefits: ચપટી સંચળ શરીરની આ સમસ્યાઓની કરી દેશે છુટ્ટી, જાણો દવા તરીકે કેવી રીતે કરવો ઉપયોગ
Black Salt Benefits: સંચળનો આયુર્વેદિક દવાઓમાં પણ પ્રયોગ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર સંચળ શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સંચળનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ની માત્રા પણ જળવાઈ રહે છે.
Black Salt Benefits: એક ચપટી સંચળ ભોજનનો સ્વાદ બદલી શકે છે. સંચળનો ચટપટો સ્વાદ અને સુગંધ વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. જોકે રસોઈમાં ઉપયોગી સંચળનો આયુર્વેદિક દવાઓમાં પણ પ્રયોગ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર સંચળ શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સંચળનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ની માત્રા પણ જળવાઈ રહે છે. સંચળનો ઉપયોગ કરવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. સાથે જ તે હાર્ટની હેલ્થ માટે પણ ફાયદાકારક છે. તો ચાલો તમને વિગતવાર જણાવીએ કે સંચળ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.
આ પણ વાંચો: કબજિયાત દુર કરવાથી લઈ વજન ઘટાડવાનું કામ કરે છે પપૈયું, આ સમયે ખાવાથી થશે વધુ ફાયદો
બ્લડ પ્રેશર
સંચળમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે તેથી તેના કારણે બ્લડ પ્રેશર વધવાની સંભાવના ઓછી થઈ જાય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે સંચળનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પાચનતંત્ર રહે છે મજબૂત
સંચળમાં એવી આલ્કલાઇન પ્રોપર્ટીઝ હોય છે જે પેટનો દુખાવો, કબજિયાત, ડાયરિયા, અપચો જેવી તકલીફથી બચાવે છે. પાચન સંબંધિત સમસ્યા હોય તો લીંબુ પાણીમાં સંચળ ઉમેરીને પીવાથી તુરંત રાહત મળે છે.
આ પણ વાંચો: Dry Eye: શિયાળામાં વધી જાય છે આંખમાં ડ્રાયનેસ, આ રીતે રાખશો ધ્યાન તો નહીં વધે તકલીફ
માસિકના દુખાવાથી રાહત
માસિક સમયે થતા પેટના દુખાવાથી પણ સંચળ રાહત આપે છે. માસિક સમયે એક વાટકી દહીંમાં એક ચપટી સંચળ ઉમેરીને ખાવાથી પેટનો દુખાવો દૂર થઈ શકે છે. સંચળમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ શારીરિક ગતિવિધિઓને નિયમિત કરવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
સંચળમાં એવા પોષક તત્વ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. તેનું સેવન કરવાથી શરીર હેલ્ધી પણ રહે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ નિયમિત થાય છે. સંચળનો ઉપયોગ યોગ્ય માત્રામાં નિયમિત કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.
આ પણ વાંચો: Potato Peels: કચરો સમજી ફેંકી ના દેતા બટેટાની છાલ, ઘણી બીમારીઓની છે આ દવા
ખરતા વાળ અટકે છે
સંચળમાં એવા મિનરલ્સ હોય છે જે હેર ગ્રોથને વધારવામાં મદદ કરે છે. તેના કારણે વાળના ફોલિકલ્સ મજબૂત થાય છે અને વાળની ડ્રાયનેસ પણ દૂર થવા લાગે છે. જો તમને બદલતા વાતાવરણમાં વાળમાં ખંજવાળ કે ખોડાની સમસ્યા સતાવતી હોય તો પાણીમાં સંચળ ઉમેરીને તે વાળથી માથું ધોવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)