Uric Acid: આ વ્યસ્ત જીવનમાં લોકો નાના-નાના દર્દને ગંભીરતાથી લેતા નથી અને તેની અવગણના કરે છે. આવું જ એક દર્દ છે પગની હીલ્સમાં અચાનક શરૂ થયેલો દુખાવો અને તેની સાથે સંકળાયેલ સોજો જેનું મુખ્ય કારણ યુરિક એસિડનું પ્રમાણ વધે છે. જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે, જેમ કે આર્થરાઈટિસ, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, સોજો વગેરે. કિડનીમાં પથરી અને કિડની ફેલ થવાનું જોખમ પણ વધી જાય છે. તેથી, યુરિક એસિડને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, દવાઓ સિવાય, તમે કેટલાક આયુર્વેદ અપનાવીને અને તમારી ખાવાની આદતોમાં થોડો ફેરફાર કરીને યુરિક એસિડનું સ્તર ઘટાડી શકો છો. આ આયુર્વેદમાંનું એક છે ગિલોય. ચાલો જાણીએ કે ગિલોય યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુરિક એસિડને કંટ્રોલ કરશે ગિલોય
ગિલોય એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. તે ઘણી બીમારીઓમાં અસરકારક છે. જો તમે યુરિક એસિડની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો ગિલોય આ સમસ્યાને પણ કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. ગિલોયમાં વધુ માત્રામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વ હોય છે, જે યુરિક એસિડના લક્ષણોને ઘટાડે છે. તે માટે બસ તમને તેના ઉપયોગની સાચી જાણકારી હોવી જોઈએ.


આ પણ વાંચોઃ Exercise For Cancer: 50% ઓછું થઈ જશે કેન્સરનું જોખમ, દરરોજ કરો આ 5 કસરતો


યુરિક એસિડથી પીડિત દર્દીઓ આ રીતે કરે ગિયોલનો ઉપયોગ
દરરોજ ગિલોયનો ઉપયોગ લાભકારી હશે. આ માટે સૌ પ્રથમ ગિલોયના તાજા પાંદડા અને દાંડી તોડી લો. ત્યાર બાદ તેને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે તેને પીસી લો. ત્યાર બાદ પેનમાં 1 ગ્લાસ પાણી અને આ પાવડર નાખીને ગેસ પર મૂકો. હવે તેને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ તેને ગાળીને પી લો.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.