Giloy Benefits: કોરોના કાળથી જ ગિલોયના મહત્વને લોકો સમજતા થયા છે. ગિલોય ઔષધીઓમાં સૌથી ઉત્તમ ઔષધી છે. ગિલોય એવી ઔષધી છે જેના ફૂલથી લઈને મૂળ સુધી બધું જ ફાયદાકારક છે. આ છોડમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે જે શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સવારે પેટ સાફ ન આવતું હોય તો આ વસ્તુઓ ખાવાનું રાખો, દવા વિના કબજિયાતથી મળશે મુક્તિ


ગિલોયમાં એન્ટી કેન્સર અને એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. તેનો ઉપયોગ કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે ગિલોયનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટે છે. 


આ પણ વાંચો: Health Tips: રોજ કરવી છે 7થી 8 કલાકની ઊંઘ ? તો ટ્રાય કરો 4-7-8 સ્લીપ મેથડ


કોરોના મહામારી દરમિયાન પણ ગિલોયનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો. ગિલોયનો ઉપયોગ કરવાથી તાવ, કમળો, ડેન્ગ્યુ, અસ્થમા, લીવર, ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યામાં પણ ફાયદો થાય છે. આયુર્વેદ નિષ્ણાતોનું તો એવું પણ કહેવું છે કે ગિલોય એક વસ્તુ એવી છે જે 12થી વધુ બીમારીઓની દવા છે. 


આ પણ વાંચો: Brain hemorrhage પહેલા જોવા મળે છે આ લક્ષણો, સારવાર ન કરવાથી ફાટી શકે છે મગજની નસ


ગિલોયનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. ગિલોયનો રસ પણ પી શકાય છે અને તેનું ચૂર્ણ પણ ખાઈ શકાય છે. બજારમાં ગિલોયની ટેબલેટ પણ સરળતાથી ઉપલબ્ધ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી કોઈપણ વ્યક્તિ ગીલોયનો ઉપયોગ શરૂ કરી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)