Giloy Juice Benefits: ડાયાબિટીસના દર્દીઓ તેમની ડાઈટનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે તેમની ખરાબ ડાઈટથી શરીરમાં સુગરનું લેવર વધી શકે છે. આ એક લાઈફસ્ટાઈલ ડિસીસ છે. તેથી તમારે તમારી દિનચર્યા અને ખાનપાનનું ધ્યાન રાખવું પડશે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને જ્યુસ પીવાની મનાઈ હોય છે કારણ કે ફળોનો રસ તેમના શરીરમાં સુગરને વધારી શકે છે. અમે તમને એક એવા લીલા જ્યુસ વિશે જણાવી રહ્યા છીએ જેનું સતત 21 દિવસ સુધી સેવન કરવાથી તમારી સુગર કંટ્રોલ થઈ જશે. ચાલો જાણીએ આ જ્યુસ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ગ્રન લીફ જ્યુસ?
આ લીલું જ્યુસ ગિલોયના પાનમાંથી બનાવવામાં આવે છે. હવે લગભગ આખી દુનિયાના લોકો ગિલોયના પાંદડાના ફાયદા વિશે જાણે છે. તેનો ઉકાળો કોરોના દરમિયાન ખૂબ જ ઉપયોગી બન્યો હતો. પોષણની વાત કરીએ તો તેના પાંદડા એન્ટિ-એલર્જિક છે. તેના પાંદડામાં પણ બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. તેના સેવનથી તાવ, સંધિવા, ત્વચા અને વાળની અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.


ગિલોયનું જ્યુસ પીવાના ફાયદા
1. સુગર કંટ્રોલ કરે છે

ગિલોયના પાનનું જ્યુસ સુગરને કંટ્રોલ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ પાનને ડાયાબિટીસ માટે અમૃત માનવામાં આવે છે. તેના પાનનો સ્વાદ તીખો હોય છે, જેને ડાયાબિટીસના દર્દી દરરોજ 21 દિવસ સુધી પીવે તો સુગર ઘણી હદ સુધી કંટ્રોલમાં રહે છે. તેનું જ્યુસ ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક પીણું છે.


2. રોગપ્રતિકારક શક્તિ વધારે છે
એમ તો બધા જાણે છે કે તેના પાંદડાનું જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કોવિડમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે લોકો મોટે ભાગે તેનો ઉકાળો પીતા હતા. નબળી રોગપ્રતિકારક શક્તિને હોવાથી તમે ઝડપથી ગંભીર રોગોનો શિકાર બની શકો છો. તેથી, આ જ્યુસ દરરોજ પીવું જોઈએ.


3. પાચન તંત્રને સુધારે છે
ગિલોય પાચન સંબંધી સમસ્યાઓથી પણ તમને સુરક્ષા આપે છે. જેમ કે, અપચો, કબ્જ અને એસિડિટી. ગિલોયના પાનનું જ્યુસ પાચન શક્તિને વધારે છે. સાથે જ પેટની સમસ્યાઓને જૂર કરે છે અને આંતરડાઓને સ્વસ્થ રાખે છે.


કેવી રીતે બનાવવું ગિલોયનું જ્યુસ?
આ જ્યુસ માટે તમારે ગિલોયના પાન, દાંડી અને પાણીને મિક્સ કરીને પીસવું પડશે. આ પછી જ્યુસને ગાળીને પીવો. જો કે, જો તમે કોઈ અન્ય રોગથી પીડિત છો અને દવા લઈ રહ્યા છો, તો જ્યુસ પીતા પહેલા ડોક્ટરની સલાહ લો.


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.