તાઈવાન : આજકાલ દરેક કોઈ મોબાઈલમાં કલાકો વિતાવે છે. ક્યારેક કામને પગલે તો ક્યારેક એન્ટરટેઈનમેન્ટને કારણે દરેક વ્યક્તિ મોબાઈલમાં મંડી પડ્યો હોય છે. આવું અનેકવાર થાય છે કે, મોબાઈલ આપણી સમસ્યાનું કારણ બની જાય છે. આવુ જ કંઈક થયું હતું, 25 વર્ષની યુવતી સાથે, જે દિવસ-રાત મોબાઈલ પર ફુલ બ્રાઈટનેસમાં લાગી રહેતી હતી. મોબાઈલ યુઝ કરવાથી ન માત્ર યુવતીની આંખ ખરાબ થઈ ગઈ, પરંતુ તેના કોર્નિયામાં 500થી વધુ કાણાં પડી ગયા છે. આ કિસ્સો તાઈવાનનો છે, જ્યાં એક યુવતીને દિવસ-રાત મોબાઈલ યુઝ કરવાને કારણે તેમની આંખને એટલુ નુકસાન થયું કે, તેના કોર્નિયા 500 જેટલા કાણાંવાળુ થઈ ગયું હતું. યુવતીને આ વિશે ત્યારે માલૂમ પડ્યું, જ્યારે તે પોતાની આંખમાં બળતરા અને ઓછુ દેખાવાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે પહોંચી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતી પ્રોફેશનથી સેક્રેટરી છે, જેને કારણે તેને દર સમયે મોબાઈલ અને કોમ્પ્યૂટરમાં પોતાનો સમય વિતાવવો પડતો હતો. આવામાં કોઈ પણ જરૂરી મેઈલ મિસ ન થઈ જાય, તેના માટે તેણે મોબાઈલની બ્રાઈટનેસ વધારીને રાખી હતી. દિવસ-રાત મોબાઈલ પર એક્ટિવ રહેવાને કારણે યુવતીના આંખમાં તકલીફ થવા લાગી અને જ્યારે તે તેની સારવાર માટે ડોક્ટર પાસે પહોંચી તો ડોક્ટર પણ યુવતીની આંખ જોઈને ચોંકી ગયા હતા. ડોક્ટર્સે જણાવ્યું કે, ફુલ બ્રાઈટનેસમાં મોબાઈલ યુઝ કરવાથી તેના કોર્નિયામાં 500થી વધુ કાણાં પડી ગયા છે. 


યુવતીએ ડોક્ટરને જણાવ્યું કે, કોઈ પણ જરૂરી મેઈલ ન છૂટે, તેથી તેણે મોબાઈલની બ્રાઈટનેસ વધારીને રાખી હતી. તેને અંદાજે બે વર્ષ સુધી ફુલ બ્રાઈટનેસમાં કામ કર્યું. જેને કારણે તેની આંખોમાં તકલીફ થવા લાગી હતી. ધીરે ધીરે આંખોમાં દર્દ અને બ્લડશોટ થવા લાગ્યા હતા. જેના બાદ તકલીફ વધતી ગઈ હતી, તેણે અનેકવાર આઈ ડ્રોપની મદદ લીધી, પરંતુ કંઈ થયું નહિ. ઉલ્લેખનીય છે કે, આંખની સૌથી સામેવાળી ટ્રાન્સપરન્ટ પરતને કોર્નિયા કહેવામાં આવે છે. આઁખો પર ગુંબજ આકારની આ પરત આંખોને દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને આંખોને સુરક્ષિત રાખે છે.