Goat Milk Benefits: દર વર્ષે ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુનું જોખમ પણ વધી જાય છે. વરસાદી વાતાવરણમાં પાણી ભરાઈ જવાના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી જાય છે અને જેના કારણે ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારીઓ ફેલાવવા લાગે છે. ડેન્ગ્યુમાં જો સારવાર યોગ્ય સમયે ન મળે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેન્ગ્યુ થાય તો હોસ્પિટલમાં સારવારની સાથે ઘરેલુ ઉપાય પણ લોકો અજમાવવા લાગે છે જેથી દર્દીને ઝડપથી ફાયદો થવા લાગે અને જીવ પર જોખમ પણ ઊભું ન થાય. ડેન્ગ્યુમાં દર્દીને અલગ અલગ વસ્તુઓ આપવાનો આગ્રહ રાખવામાં આવે છે માનવામાં આવે છે કે આ વસ્તુઓ ડેન્ગ્યુના દર્દીને ફાયદો કરે છે. આવી જ વસ્તુ છે બકરીનું દૂધ. ડેન્ગ્યુના દર્દીઓને લોકો બકરીનું દૂધ પીવડાવવાની સલાહ આપતા હોય છે. આ સમય દરમિયાન બકરીના દૂધની ડિમાન્ડ અને ભાવ બંને વધી જાય છે. આજે તમને જણાવીએ કે ડેન્ગ્યુના દર્દી માટે બકરીનું દૂધ શા માટે ફાયદાકારક ગણાય છે આ અંગે નિષ્ણાંતો શું કહે છે?


આ પણ વાંચો: ગેસની તકલીફ દવા વિના તુરંત દુર થશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઘરેલુ નુસખો


સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર બકરીના દૂધમાં અનેક પ્રકારના વિટામિન્સ હોય છે. બકરીનું દૂધ વિટામિન ડી, વિટામીન બી6, વિટામીન બી12 અને અન્ય પોષક તત્વથી ભરપૂર હોય છે. જેના કારણે બકરીનું દૂધ શરીરમાં ફોલિક એસિડનું પ્રમાણ ઝડપથી વધારે છે. બકરીના દૂધનો ફાયદો એ પણ છે કે તે સરળતાથી પચી જાય છે. બકરીનું દૂધ ફક્ત ડેન્ગ્યુના દર્દી માટે જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ માટે પણ ફાયદાકારક છે. 


બકરીનું દૂધ પીવાથી ગંભીર બીમારીઓ દૂર એટલા માટે થઈ શકે છે કે તે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. બકરીના દૂધમાં પોષક તત્વ પણ વધારે હોય છે જે શરીરમાં પોષક તત્વોની ખામીને દૂર કરે છે. બકરીનું દૂધ બેડ કોલેસ્ટ્રોલ અને કંટ્રોલ કરે છે. તેથી તે હાર્ટ માટે પણ સારું છે. 


આ પણ વાંચો: 30 દિવસ સુધી રોજ તુલસીનું પાણી પીવાથી શરીરની થઈ જશે કાયાપલટ, જાણો સ્વાસ્થ્ય લાભ વિશે


ડેન્ગ્યુમાં બકરીનું દૂધ 


સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે બકરીના દૂધથી શરીરને ફાયદો ચોક્કસથી થાય છે. પરંતુ જો કોઈ એવું માને કે ડેન્ગ્યુમાં ફક્ત બકરીનું દૂધ પીવડાવવાથી દર્દી સ્વસ્થ થઈ જાય તો તે ખોટી માન્યતા છે ફક્ત બકરીના દૂધના કારણે ડેન્ગ્યુના દર્દીને ફાયદો થતો નથી. આવી કોઈ રિસર્ચ પણ સામે આવી નથી. એ વાત ચોક્કસ છે કે બકરીનું દૂધ શરીરને ફાયદો કરે છે.  ડેન્ગ્યુની બીમારીમાં દવાઓની સાથે ડોક્ટરની સલાહ લીધા પછી બકરીના દૂધનું સેવન કરવું જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)