ઝી બ્યૂરો, અમદાવાદઃ ભોજન માટેની સૌની પસંદ અલગ-અલગ હોય છે..કોઈને ભોજનમાં સારો સ્વાદ પસંદ હોય છે તો કોઈ પોષક તત્વોનું ખાસ ધ્યાન રાખે છે. કેટલાક લોકોની તો વળી અજીબ આદતો પણ હોય છે. મિક્સ એન્ડ મેચ કરી અનોખા કોમ્બિનેશન પણ બનાવે છે. પરંતુ આ તો ચટાકાની વાત થઈ. પરંતુ જ્યારે વાત હેલ્થની આવે તો એ જ સ્વાદ વિનાના ખિચડી કે ઓટ્સ યાદ આવે. આમ જોઈએ તો પોષક તત્વો ધરાવતા વ્યંજન એકલા કાંઈ નથી કરી શકતા. પરંતુ તેને કોઈ વસ્તુની સાથે બનાવવામાં આવે તો, વધુ ફાયદો કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન હૈ તો જહાંન હૈ...કોરોનાકાળમાં PM મોદીએ આપેલું આ સુત્ર ગુજરાતના બજેટમાં દેખાયું


જો તમે પોષક તત્વો લેવા માંગો છો અને સાથે થોડો સ્વાદ પણ. તો અમે સૂચવેલા ફૂડ કોમ્બિનેશન ટ્રાય કરી જુઓ. તમને ડબલ ફાયદો મળશે. હેલ્થનું હેલ્થ જળવાશે અને સ્વાદ પણ મળશે. વિશેષજ્ઞોના અનુસાર પોષક તત્વોની સારી માત્રા આપણા શરીરને સારી રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે. અમે તમને આવી જ પાંચ આઈટમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેને ટ્રાય કરશો તો ગજબ ફાયદા મળશે.


વિટામિન સી અને આયરન
પ્લાન્ટ બેસ્ડ ફૂડ આઈટમમાં રહેલા આયરનને અવશોષિત કરવા માટે તેને વિટામિન સી સાથે મળીને ખાઓ. વિટામિન સીને ખાટા ફળોમાં મળી આવે છે. વિટામિન સી આયરનને એવા ફૉર્મને તોડવામાં મદદ કરે છે, જેને શરીર સરળતાથી શોષી શકે છે. બોડીમાં આયરનની કમી હોય તો, પાલકમાં લીંબૂ કે સંતરાનો રસ નિચોવીને ખાઈ શકો છો.


ટામેટા અને ઓલિવ ઓઈલ
આમ તો ટામેટાને તમે અને વસ્તુઓ સાથે મળીને ખાઈ શકો છો. ટામેટા સલાડ, સબ્જીનો સ્વાદ ડબલ કરી દે છે. ટામેટમાં લાઈકોપીન(બીમારીથી લડતું એન્ટીઑક્સીડેન્ટ) પર્યાપ્ત માત્રામાં હોય છે. જેમાં કેન્સર જેવી બીમારીથી લડવાના ગુણ પએ છે. પરંતુ તેના પોષક તત્વોનો વધુ ફાયદો મેળવવા માટે તેને ઓલિવ ઓઈલ કે એવોકેડો સાથે પકાવો.


60 વર્ષમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? સૌથી વધુ વાર બજેટે કોણે રજૂ કર્યું? જાણો બજેટ અંગેના રોચક કિસ્સા


હળદર અને મરી
હળદર અને મરી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને જો સાથે ખાવામાં આવે તો વધુ ફાયદો થાય છે. હળદરમાં એન્ટીઑક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે. વા જેવી બીમારી માટે આ ઘરેલૂ નુસખો છે. પરંતુ જ્યારે તેમાં મરી મેળવવામાં આવે ત્યારે તેના ગુણો વધી જાય છે. આ બંનેનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી.


ઓટમીલ અને બેરી
ઓટમીલ અને બેરી ગજબનું કોમ્બિનેશન છે. તમે અનેક લોકોને ઓટમીલ સાથે બેરી મિક્સ કરીને ખાતા જોયા હશે. એ માત્ર એટલા માટે નહીં કે બંનેને સાથે લેવાથી સ્વાદ વધી જાય છે. પરંતુ તે પૌષ્ટિક પણ છે. બેરીમાં ફાયબર પર્યાપ્ત માત્રામાં હોય છે જ્યારે ઓટમીલ વિટામિન બી અને આયરન સાથે આવે છે. બેરીઝ પાચનમાં મદદ કરે છે, એટલે લોકો તેને ઓટમીલ સાથે ખાવાનું પસંદ કરે છે.


Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ 


કેલ્શિયમ અને વિટામિન ડે
આ બંને સારું સંયોજન છે. ત્યાં સુધી કે ખુદ ડૉક્ટર્સ પણ તેની ભલામણ કરે છે. આ બંને તમારા હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. વિટામિન ડી ધરાવતા ખાદ્ય પદાર્થો સાથે વિટામિન ડી સારી માત્રામાં મળે છે. એટલે સ્વસ્થ રહેવું હોય તો આ બંનેને પોષક તત્વો સાથે મેળવીને ખાઓ. ફાયદો મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube