Coconut Oil Not For Oily Skin: આજકાલની છોકરીઓ સુંદર અને સારી દેખાવવા માટે તેમના ચહેરા પર ધણા પ્રકારની બ્યુટી ટ્રિટમેન્ટ અજમાવતી હોય છે. તો કેટલીક છોકરીઓ નેચરલ ઉપાયો પણ કરતી હોય છે. ત્યારે જો તમે ચહેરા પર નારિયેળનું તેલ લગાવવો છે. તો તેના ફાયદા તો તમે બધા જાણતા જ હોશો. પરંતુ આજે અમે તેમને તેના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કોના માટે નુકસાનકારક છે નારિયેળનું તેલ
મોટા ભાગે ઉનાળાની સિઝનમાં સનબર્ન અને સ્કીન ટેનિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે સ્કીન પર નારિયેળના તેલને લગાવવાની સલાહ આપવામાં આવે છે. જો કે, આ તેલ બધા માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી. મોટાભાગે સ્કીન સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર જે લોકોની સ્કીન ઓયલી છે તેમને નારિયેળનું તેલ લગાવવું જોઇએ નહીં. કેમ કે, તેનથી સ્કીન સોફ્ટ થવાની જગ્યાએ ખરાબ થઈ જશે. આવો જાણીએ નારિયેળના તેલના સાઈડ ઇફેક્ટ્સ શું-શું છે.


ફરી એકવાર સરકારી કર્મચારીઓની બલેબલે, મોંઘવારી ભથ્થામાં વધારો થતા જાણો કેટલો વધશે પગાર


જાણો નારિયેળના તેલના શું-શું છે સાઈડ ઇફેક્ટ્સ
- જો ઉનાળાની સિઝનમાં જેમના ચહેરા પર ઘણું તેલ નીકળે છે. તેમને ચહેરા પર નારિયેળનું તેલ લગાવવું જોઇએ નહીં. કેમ કે, તેનાથી ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા ઉદભવે છે અને ચહેરા પર ઘણી ખરાબ અસર જોવા મળે છે.


- તૈલી ત્વચાવાળા લોકોને નારિયેળના તેલથી ફેસ મસાજ કરવો જોઈએ નહીં કેમ કે, તેનાથી સ્કીન ટોન ડલ થઈ જાય છે અને ચમક પણ જઈ શકે છે. એવામાં ચહેરો ખરાબ દેખાવવા લાગે છે.


- નારિયેળનું તેલ લગાવવાથી ચહેરા પર ફેશિયલ હેર ઘણા વધારે ઉગવા લાગે છે અને જો તે વધી જાય તો તેને ચહેરા પરથી હટાવવું મુશ્કેલ થઈ જશે. ખાસ કરીને મહિલાઓને તેનાથી ઘણી મુશ્કેલી પડી શકે છે, એવામાં તેનાથી દૂર રહેવું યોગ્ય છે.


- તૈલી ત્વચાવાળા લોકો જો ચહેરા પર નારિયેળનું તેલ લગાવે છે તો તેના કારણે સ્કીનમાં એલર્જી થઈ શકે છે. તેનાથી ફેસ પર ફોલ્લીઓ આવી શકે છે જેને દૂર કરવામાં ઘણો સમય લાગી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube